
સરકારી વિનયન અને વાણિજ્ય કૉલેજ, વાંસદા, ખાતે તા.૦૪/0૨/૨૦૨૬ને બુધવારનાં રોજ કોલેજની IQAC સપ્તધારા અંતર્ગત જ્ઞાનધારા અને ઈતિહાસ વિભાગનાં સયુંકત ઉપક્રમે આચાર્યશ્રી ડૉ.વાય.જે. મિસ્ત્રી સાહેબના માર્ગદર્શન હેઠળ “ભારતીય જ્ઞાન પરંપરા અને નવજાગૃતિ” વિષય સંદર્ભે વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનો ઉદ્દેશ કૉલેજનાં વિદ્યાર્થીઓ ભારતીય જ્ઞાન પરંપરાના અર્થને સમજે, પ્રાચીન શિક્ષણ પરંપરાનો પરિચય કેળવે અને શિસ્ત, સદાચારનાં સદ્દગુણો જીવન વ્યવહારમાં અપનાવે તે હતો. જે નિમિત્તે એચ.આર.શાહ મહિલા આર્ટસ & કોમર્સ કૉલેજ, નવસારીથી, ઇન્ચાર્જ આચાર્ય અને ઈતિહાસ વિભાગનાં અધ્યક્ષ, પ્રા.ડૉ.જિજ્ઞેશકુમાર જે.પરમાર ઉપસ્થિત રહ્યા હતા. જેમને IQAC કૉ-ઓર્ડીનેટર પ્રા.અજીતભાઈ આર.પટેલે પુષ્પગુચ્છ આપી કૉલેજ પરિવાર વતી આવકાર્યા હતાં અને ભારતીય જ્ઞાન પરંપરાનાં વિશાળ મહાસાગર જેવા વિષયનું જ્ઞાન વિદ્યાર્થીઓ થકી સમાજ સુધી પહોંચે એમ જણાવ્યું હતું. સપ્તધારા કૉ-ઓર્ડીનેટર અને ઈતિહાસ વિભાગનાં પ્રા.ડૉ.નિમુબેન એસ.ચૌધરીએ શાબ્દિક પરિચય આપ્યો હતો. વિષય અનુસંધાને પ્રા.ડૉ.જિજ્ઞેશકુમાર જે.પરમારે વિદ્યાર્થીઓને જણાવ્યું કે, “ભારતીય જ્ઞાન પરંપરા એટલે પેઢી દર પેઢી આગળ વધતું શાસ્ત્રીય અને અનુભૂતિ આધારિત જ્ઞાન, આ પરંપરામાં માત્ર પુસ્તકીયુ જ્ઞાન નહિ પરંતુ શરીર, મન, આત્મા, સમાજ અને પ્રકૃત્તિનો વિચાર કરવામાં આવ્યો છે અને તે દ્રારા મનુષ્યનો સર્વાંગી વિકાસ સાધવો તે છે, ભારતીય જ્ઞાન પ્રણાલી એટલે એવી જ્ઞાન વ્યવસ્થા જે પ્રાચીન સમયથી ભારતમાં વિકસી છે, તેમાં માત્ર ધર્મ જ નહી પરતું વિજ્ઞાન, ગણિત, ખગોળ, આર્યુવેદ, યોગ, વેદ, અને તર્કશાસ્ત્રનો સમાવેશ થાય છે, પ્રાચીન શિક્ષણ પ્રણાલી, વિદ્યાપીઠો તેમજ જ્ઞાનના ભંડાર સમા વિવિધ ગ્રંથોનો પરિચય કરાવ્યો હતો એટલુજ નહિ ભારતીય સંસ્કૃતિનાં સંસ્કારોને આત્મસાત કરી પ્રકૃત્તિ માતાને સાચવવાની જવાબદારી હવે આપણી છે, ચિંતા અને તણાવનાં નિવારણ તેમજ માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય માટે તેમણે આર્યુવેદ, ધ્યાન, યોગ અને સર્વાંગી વિકાસ પર ખાસ ભાર આપ્યો હતો.” આ કાર્યક્રમમાં કૉલેજનાં આચાર્યશ્રી ડૉ.વાય.જે.મિસ્ત્રી સાહેબ, પ્રા.ડૉ.વિષ્ણુભાઈ એલ.હાડલ, પ્રા.મનોજભાઈ બાગુલ, પ્રા,મહેશભાઈ ગામીત, પ્રા.ડૉ.ચારૂલતબેન સી.ચૌહાણ, પ્રા.વંશ માહલા તેમજ ૧૧૩ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. પ્રા.ડૉ.નિમુબેન એસ.ચૌધરીએ સમગ્ર કાર્યક્રમનું સંચાલન કર્યુ હતુ અને અંતે સૌનો આભાર પણ વ્યક્ત કર્યો હતો.