
આજે નવસારી મહાનગરપાલિકા બીજા વર્ષમાં પ્રવેશ કરી ને ત્રણ માસ પૂર્ણ થયા. નવસારી નગરપાલિકા પછી મહાનગરપાલિકા ની રચના થતા નવસારી શહેર માં સારો વિકાસ થશે, તમામ સુવિધાઓ હવે એક નાનકડો શહેર થી ફેરવી ને મહાનગરપાલિકા જેવી સુવિધાઓ મળશે. મહાનગરપાલિકા નામે લાખો રૂપિયા ના ફટાકડા ફોડવા માં આવેલ હતો. નવસારી શહેર ને બહુ મોટો વરદાન મળ્યો હોય એવી રીતે ખુશી ના માહોલ સર્જાયો હતો. પરંતુ એ વધુ ખુશી મહાનગરપાલિકા ની રચના થતા ચંદ માસમાં ઠેર ઠેર થતા ભ્રષ્ટાચાર ગમ માં ફેરવાઈ ગયો છે.સામાન્ય નાગરિકો મધ્યમ વર્ગના નાગરિકો ના જીવન માં કોઈ મોટા ફેરફારો થશે,



આજે નવસારી મહાનગરપાલિકા વિસ્તારમાં નવસારી મહાનગરપાલિકા ની રચના થતા સવા વર્ષ પૂર્ણ થતાં પણ પીવા લાયક પાણી પણ નાગરિકો ખરીદીને પીવા મજબૂર છે. ઠેર ઠેર ગલી મોહલ્લે ગટર ઉભરાઈ રહી છે. વિજલપોર નગરપાલિકા સાથે આઠ ગામો ને એક સારો વહીવટ મળશે, એવી ખાતરી હતી પરંતુ હાલમાં વિજલપુર નગરપાલિકા હોય કે છાપરા ગ્રામ પંચાયત, વેરાવળ ગ્રામ પંચાયત હોય કે કબીલપોર ગ્રામ પંચાયત કાલિયાવાડી ગ્રામ પંચાયત વગેરેની હાલત બદ થી બદતર જોવા મળી રહી છે. એ બધા ગ્રામ પંચાયતો અને વિજલપુર નગરપાલિકા તમામને એક ઝોન તરીકે ઓળખવામાં આવશે અને એ ગામો હોય કે વિજલપોર નગરપાલિકા માં સારો વહીવટ ના બદલે પહેલા કરતાં પણ સૌથી ખરાબ હાલત સર્જાઇ છે. નવસારી મહાનગરપાલિકા બનશે એમાં મોટા ભાગના નાગરિકો સુરત મહાનગર પાલિકા જેવી આરોગ્ય ની સુવિધાઓ ની આશા હતી કે સુરત મહાનગર પાલિકા ની જેમ દરેક ગરીબી ની વસ્તી માં મહાનગરપાલિકા ગરીબો માટે નાના મોટા દવાખાનાઓ ખોલશે. શિક્ષણ વ્યવસ્થા ટોપ ક્લાસ ની મળશે. પરંતુ અહીં નવસારી મહાનગરપાલિકા કચેરી માં સુવિધાઓ વધવાના બદલે ભ્રષ્ટાચાર જ ભ્રષ્ટાચાર વધ્યો છે. મોટા ભાગના અધિકારીઓ નવસારી મહાનગરપાલિકા ખાતે મહાનગરપાલિકા ના કાયદાઓ થી અજાણ છે. એની યત્ર તત્ર સર્વત્ર દાખલો જોવા મળી રહ્યો છે.

નવસારી મહાનગરપાલિકા વિસ્તારમાં ઠેર ઠેર ગલી મોહલ્લે ચાર રસ્તે આજે ગેરકાયદેસર બાંધકામો ની ભરમાર જોવા મળી રહી છે. આજે નવસારી નગરપાલિકા દ્વારા કરવામાં આવેલ ભ્રષ્ટાચાર નો પનો ટુંકો થયો છે. મહાનગરપાલિકા ની રચના પછી અધિકારીઓ ને કાયદા કાનૂન નો કોઈ વીક નથી. હાલ માં લાકડા ની વખાર માં બનાવેલ સાત માળ ની બે બિલ્ડિંગો ની આરટીઆઇ એકટ હેઠળ માહિતી માંગવામાં આવી હતી. જેમાં નગર નિયોજક શ્રી કોમર્શિયલ બિલ્ડિંગ ને ખાનગી અને ત્રાહિત પક્ષકાર ગણી માહિતી આપવા ન પાડવા સાથે ભ્રષ્ટાચાર ની સુગંધ ફેલાય હોય એવી ચર્ચા લોકો માં ચાલુ થયેલ હતી. કોઈ પણ પ્રકારની તપાસ કે એન ઓસી , સીસી કે બીયુસી વગર બિલ્ડિંગ વેચાણ કરવામાં આવેલ છે. હવે નવસારી મહાનગરપાલિકાના આકારણી કરવા માટે સૌથી વધુ લોકપ્રિય કાયદા કાનૂન નો જાણકાર વેરા અધિકારી શ્રી અરજદાર ને તારીખ – 20/03/2026ના રોજ આરપીએડી થી પોસ્ટ કરી ને તારીખ – 18/03/2026 ના રોજ આરટીઆઇ એકટ હેઠળ નિરીક્ષણ માટે ફરમાન જારી કર્યો છે. હવે નવસારી મહાનગરપાલિકા ના સૌથી વધુ લોકપ્રિય અને કાયદા કાનૂન નો જાણકાર સંવિધાન તજજ્ઞ અધિકારી ને કેવી રીતે સમજી શકાય છે. એમના કેલેન્ડર માં પહેલા 20 તારીખ છે કે 18 તારીખ આવે છે. સદર વેરા અધિકારી ને હવે નવસારી મહાનગરપાલિકા કચેરી ના વડા કાયદેસર એફ.આઈ.આર કરશે કે માનહાનિનો દાવો. અથવા મીડિયા ને બદનામ કરવા માં સૌથી વધુ લોકપ્રિય નવસારી મહાનગરપાલિકાના વહીવટી વડા એક રદિયો આપશે એના ઉપર આજે સૌની નજર મંડાયેલી છે.
