ડો. બાબા સાહેબ આંબેડકર ઉદ્યાન અને શ્રી સરદાર વલ્લભ ભાઈ પટેલ નામે ચાલતો
સરદાર ચોક માં ફુવારોની હાલત બદ થી બદતર
વિજલપોર શહેર માં સંવિધાન અને લો મેકર “બાબા સાહેબ ભીમરાવ આંબેડકર” અને ભારતના સૌથી સંવેદનશીલ રાષ્ટ્રીય નેતા દેશ માં સૌથી મોટી હસ્તીઓ રાજાશાહીને લોકશાહીના એકતાના સુત્ર માં બાંધનાર “શ્રી સરદાર વલ્લભ ભાઈ પટેલ” નામે કાર્યરત ફુવારો આજે વર્ષો થી હાલત જર્જરિત
નવસારી મહાનગરપાલિકા આજે નવસારી શહેર માં રંગ રોશન અને સુન્દરીકરણ માં કરોડો રૂપિયા ખર્ચ કરી રહી છે. પરંતુ ભારત માં સંવિધાનના ઘડવૈયા નામે ડો બાબા સાહેબ આંબેડકરની ઉદ્યાન જેમાં નાના બાળકો માટે રમત ગમતના સાધનો આધુનિક ટેકનોલોજી મુજબ ફુવારો સાથે વડીલો અને સીનિયર સિટીઝનના બેસવા માટે બાકડાઓ મુકવામાં આવેલ છે. ડો બાબા સાહેબ આંબેડકર ઉદ્યાન નવસારી વિજલપોર શહેર નામે બાગ માં ડો બાબા સાહેબ આંબેડકરના નામ મુકવા માટે વિજલપોર અને નવસારી શહેર બચ્ચે મોટો સંઘર્ષ થયો હતો. લાખો રૂપિયા ખર્ચે બનાવેલ ઉદ્યાન જેની હાલત સૌથી સારી હોવા જોઈએ પરંતુ જમીની હકીકત કઈ જુદી દર્શાવી રહી છે.આજે ડો.બાબા સાહેબ ભીમરાવ આંબેડકરની ૧૩૫ વીં જન્મ જયંતી ભારત માં મનાવવામાં આવી. અને ફકત જન્મ જયંતી જ નહી બાબા સાહેબ નામે ચાલી રહ્યો આ ઉદ્યાન નવસારી મહાનગર પાલિકા જે આજે ગત વર્ષે ૯૦૦ કરોડ રૂપિયા અને આ વર્ષે ૧૨૮૬ કરોડ ખર્ચ કરવાની છે. એમા ભારત રત્ન અને સંવિધાન ના ઘડવૈયા લો મેકર તરીકે વિશ્વ પ્રખ્યાત ડો બાબા સાહેબ આંબેડકર ઉદ્યાન માં ફરી થી કાયદેસર પોતાની જવાબદારી સમજી ફુવારો અને રમત ગમત ના સાધનો ની મરામત કરવા જોઇએ. નવસારી મહાનગર પાલિકા જે આજે પાયા ની સુવિધાઓ શિક્ષા સુરક્ષા સ્વાસ્થ્ય પીવા લાયક પાણી રોડ અને આખા શહેર માં ગટર વ્યવસ્થા સુધારવા માં નિષ્ફળ ગઈ છે.
નવસારી મહાનગર પાલિકા આજે ગ્રેનીઝ બુક માં નામ નોધાવવા માટે આશરે ૪ કરોડ રૂપિયા ખર્ચ કરી છે. આજે પણ માલિકી પુરાવા વગર લ્યુંસીકુઈ જે પારસી સમાજ ના એક દાન વીર ફકત નાગરિકો ને રમત ગમત માટે કરોડો રૂપિયા ખર્ચ કરી કોઈ પણ ચાર્જ વગર વિના મુલ્યે નવસારી શહેર ને એક અમુલ્ય ભેંટ આપી છે. શરબતીયા તળાવ એ પણ પારસી સમુદાયની નવસારી શહેર માટે એક અમુલ્ય ઉપહાર છે. નવસારી મહાનગર પાલિકા માં આરક્ષણ સેટિંગ ડોટ કોમ અને નેતાઓ ની પરિક્રમા થી નિમણુંક પરમોટેડ / ચાર્જ માં / કે નિવૃત્ત કરાર આધારિત અધિકારીઓ કોઈ પણ માલિકી પુરાવા વગર આશરે દસ કરોડ રૂપિયા ખર્ચ કરી રહી છે.નવસારી શહેર કે ગામડાઓ થી લ્યુંસીકુઈ મેદાન માં રમત – ગમત માટે આવતા યુવાનો દ્વારા વિરોધ છતા આજે પણ બિન જરૂરી ખર્ચ કરી રહ્યા છે. આજે નવસારી શહેર માં મોટા ભાગ ના નાગરિકો મોઘવારી અને બેરોજગારી થી ત્રાહિત છે. સીનિયર સિટિઝન ને બેસવા માટે ગાર્ડન ના બદલે દવા અને ખોરાક અને શુદ્ધ પીવા લાયક પાણી , ઉમર ના હિસાબે અને ગરીબી મોઘવારી થી ત્રાહિત સીનિયર સિટિજન માટે દવા ની જરૂર છે. નવસારી શહેર માં આગળ થી સીનિયર સિટીજન માટે બેસવા માટે સુવિધાઓ જરૂર થી વધુ છે. અગાઉ ની સુવિધાઓ જર્જરિત હાલત માં છે જેમાં ફકત મરામત ની જરૂર છે. પરંતુ ફકત ટકાવારીના કામો અને મનોરંજન ના કામોની પ્રાથમિકતા આપતી નવસારી મહાનગર પાલિકા માં આજે ભ્રષ્ટાચાર ચરમ સીમા એ રાજ કરી રહ્યુ છે. મહાનગર પાલિકા થશે ત્યારે નાગરિકો ને તમામ સુવિધાઓ સારા માં સારી મળશે એવી આશાઓ ઉપર આજે પાણી ફરી ગયુ છે. નવસારી મહાનગર પાલિકા વિસ્તાર માં મીડિયા માં હોય કે શોશિયલ મીડિયા માં ભ્રષ્ટાચારનો સમાચાર આપનારાઓ ને એફ આઈ આર કે માનહાનિ નો દાવો ની ધમકીઓ આપવામાં આવે છે. એમા જો મેળ ન પડે ત્યારે રદિઓ આપી નાગરિકો ને ગુમરાહ કરવામાં આવે છે. હવે આ સમાચારની ગંભીરતા થી નોધ લઈ આપણા દેશના સૌથી શક્તિશાળી વિદ્વાન કાયદા કાનૂન સાથે સંવિધાનના ઘડવૈયા ડો. ભીમરાવ આંબેડકર સાહેબ અને રાષ્ટ્રીય નેતા શ્રી સરદાર વલ્લભ ભાઈ પટેલ સરદાર ચોક નામેં પ્રસિદ્ધ સર્કલ અને સર્કલ માં બદ થી બદતર હાલત માં વર્ષો થી ચાલી રહેલ ફુવારો ની કાયદેસર મરામત કરાવશે કે રદિયો આપી છુટકારો જોવાનુ બાકી રહ્યુ…