નવસારી જિલ્લા માં 80 ટકા થી વધુ નાગરિકો ગામડામાં રહે છે. જેની શિક્ષા, સુરક્ષા, સ્વાસ્થ્ય,રોટી, કપડા મકાન અને રોજગારી પીવા લાયક, પાણી રોડ વિગેરે તમામ વ્યવસ્થાઓ પુરી પાડવાની જવાબદારી ગ્રામ પંચાયત થી તાલુકા પંચાયત અને વહીવટી જવાબદારી જિલ્લા પંચાયત ની છે. સરકાર તમામ સુવિધાઓ પુરી પાડવા માટે દેવામાં હોવા છતા કોઇ પણ કર કસર રાખતી નથી. વહીવટ સારી રીતે પારદર્શક રીતે થાય તેના માટે વર્લ્ડ ક્લાસ આઇ.એ.એસ અને જી.એ.એસ અધિકારીઓ સાથે દરેક વિભાગ માં સુપર કલાસ વર્ગ એક ના અધિકારીઓ ને લાખો રૂપિયા વેતન સાથે તમામ રાજાશાહી સુવિધાઓ ઉપલબ્ધ કર્યો છે. જિલ્લા પંચાયત થી ગ્રામ પંચાયત સુધી અદ્યતન સુવિધાઓ સાથે દરેક વિભાગ માટે જુદી જુદી કચેરી બનાવેલ છે. પરંતુ જમીની હકીકત માં આજે વર્ષો થી સરકારી અધિકારીઓ કાયદા ને કમાણી ના જરિયો અને કચેરી માં ગેરંટી એરકંડીશન લગાડી આરામ ગૃહ બનાવેલ છે. સરકાર દર મહિને પાયાની સુવિધાઓ પુરી પાડવા માટે કરોડો રૂપિયા ખર્ચ કરી છે. જુદી જુદી યોજનાઓ હેઠળ કરોડો રૂપિયા ફંડ આપી છે. આર ટી આઇ હેઠળ મળેલ માહિતી મુજબ સરકાર આદિવાસી દલિત શોષિત વંચિત આર્થિક પછાત વર્ગ માટે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ દર વર્ષે કરોડ રૂપિયા ફંડ જલાલપુર તાલુકામાં આપેલ છે પરંતુ આરટીઆઇ હેઠળ મળેલ માહિતી મુજબ જલાલપુર તાલુકા ના વિકાસ માટે,પંચાયત થી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત સુધીના અધિકારીઓ ને ખર્ચ કરવામાં પોતે ગુનો સમજતા હોય એ અહીં સાબિત થયેલ છે. નવસારી જિલ્લામાં જલાલપુર તાલુકા હેઠળ પ્રાયોજના વહીવટદાર કચેરી તરફથી શિક્ષણ અને આરોગ્ય માટે લાખો રૂપિયા ખંડ આપેલ છે જે જલાલપુરના તાલુકા વિકાસ અધિકારીએ ખર્ચ કરવામાં પોતે કેમ શરમજનક મહેસુસ કરે છે ? અથવા સેટીંગ ડોટ કોમથી નિમણૂંક થયેલ અધિકારી ને ફક્ત ટકાવારીના કામોમાં જ વધુ રસ હોય અને જ્યાં સુધી એ કામ માં સેટિંગ ના થાય ત્યાં સુધી સરકાર દ્વારા ગરીબોને શિક્ષણ માટે કે આરોગ્ય માટે આપેલ ફંડ ખર્ચ કરી શકાય નહીં. જેની અહીં જેની ઝેરોક્ષ નકલ માં જોઈ શકાય છે. કે જલારપુર તાલુકા ના તાલુકા વિકાસ અધિકારી અને નાયબ જિલ્લા વિકાસ અધિકારી થી જિલ્લા વિકાસ અધિકારી સુધી તમામ અધિકારીઓ જે આદિવાસી, દલિત, શોષિત, આર્થિક પછાત વર્ગના તમામ નાગરિકો ને પાયાની સુવિધાઓ શિક્ષા સુરક્ષા સ્વાસ્થ્ય રોજગારીની તકો પૂરી પાડવા ખેડૂતોને આવક માં વધારો થાય એના માટે તમામ ખેડૂતોને આધુનિક વૈજ્ઞાનિક ટેકનોલોજી ની ખેતી કરવા માટે પ્રોત્સાહન આપવા ગરીબોને મફત શિક્ષણ પૂરું પાડવા અને જીવનની પાયાની સુવિધાઓ પૂરી પાડવા માટે કે પીવા માટે પાણી, શિક્ષણ અને આરોગ્યની સુવિધા પૂરી પાડવા માટે સરકાર દ્વારા આપવામાં આવેલ ફંડ ન વાપરી કાયદેસર ભ્રષ્ટાચાર અને સરકારની બદનામ કરવા માટે કમર કસી છે.





જલાલપોર તાલુકા હેઠળ ૬૫ થી વધુ ગામો છે. જેમાં હજારોની સંખ્યામાં દર વર્ષે બાંધકામો થાય છે. ગુજરાત પંચાયત અધિનિયમ મુજબ તાલુકા પંચાયત હેઠળ થતા બાંઘકામો સરકાર ના નીતિ નિયમો મુજબ છે કે કેમ ? એની સંપૂર્ણ જવાબદારી ગ્રામ પંચાયત થી તાલુકા પંચાયત કચેરી ની છે. સરકાર દ્વારા કાયદેસર તાલુકા પંચાયત કચેરી માં મદદનીશ ઇજનેર અને જિલ્લા પંચાયત હેઠળ નાયબ કાર્યપાલક ઇજનેર અને કાર્યપાલક ઇજનેર સાથે વર્તુળ કચેરી માં અધીક્ષક ઇજનેર નિમણુંક કરેલ છે. અને તમામ બાંધકામો માટે સરકાર દ્વારા કાયદેસર નિયમો ઘડવામાં આવેલ છે. પરંતુ નવસારી જિલ્લામાં જિલ્લા પંચાયત જેની કચેરી હેઠળ ૮૦ ટકા ની વસ્તી છે. અહિં બાંધકામો તપાસ કરવા કે કાયદા મુજબ સરકારી તિજોરી માં નાણાં જમા થતો છે કે કેમ? તાલુકા પંચાયત કચેરી કે જિલ્લા પંચાયત કચેરી ખાતે માર્ગ અને મકાન પંચાયત ની જવાબદારી છે. પરંતુ આરટીઆઇ હેઠળ મળેલ માહિતી મુજબ જલાલપુર તાલુકા પંચાયત માં તાલુકા વિકાસ અધિકારી શ્રી આજ દિન સુધી એક પણ તપાસ કરેલ નથી.. જેથી કચેરી ખાતે એવી કોઈ માહિતી નથી અથવા માહિતી આપવા થી ભ્રષ્ટાચાર ઉજાગર થવા નો વીક છે. જેથી માહિતી ઉપલબ્ધ નથી. ન બોલવામાં નવ ગુણ…
જલાલપોર તાલુકા પંચાયત હેઠળ ૮૦ ટકાથી વધુ કર્મચારીઓ કરાર આધારિત, કોન્ટ્રાકટ આઉટસોર્સિંગ થી નિમણુંક થયેલ છે. શ્રમયોગીઓ માટે મોદી સરકાર નવા કાયદાઓ લઈ ને આવી છે જે લેબર કોડ તરીકે ની શરૂઆત થઈ છે. લેબર કોડ માં મોટા ભાગના તમામ વિભાગો ના જુદા જુદા નિયમો ને ફક્ત ચાર વિભાગમાં સમાવેશ કરવામાં આવેલ છે. વર્ષોથી પીડાય રહેલા શ્રમયોગીઓ માટે સદર કાયદાઓ ખરેખર સરકાર ની એક સરાહનીય કામગીરી છે. દરેક રાજ્યોમાં અમલવારી કરવા ફરજીયાત છે. પરંતુ નવસારી જિલ્લામાં મોટા ભાગના અધિકારીઓ પોતે આરક્ષણ સેટિંગ ડોટ કોમ અને નેતાઓની પરિક્રમા થી નિમણુંક થયેલ છે. જેથી મોટાભાગના અધિકારીઓ અહીં એમનાં ઉપરી અધિકારીઓ અને નેતાઓ ની સંભાળ ની પ્રાથમિકતા આપી રહ્યા છે. સરકાર દ્વારા નિર્મિત કાયદાઓ કે જુદી જુદી યોજનાઓ હેઠળ આપેલ ફંડ કાયદેસર જમીની હકીકત માં સફળ થાય એવા કામો કરવા માં અધિકારીઓ ને કોઈ રસ નથી. જેની હકીકત આરટીઆઇ હેઠળ મળેલ માહિતી માં સાબિત થઈ છે. શ્રમ આયુક્તના પરીપત્ર મુજબ શ્રમયોગીઓને સરકાર દ્વારા નિર્મિત કાયદા મુજબ પગાર ધોરણ પ્રોવિડન્ટ ફંડ ESIC સુરક્ષાના સાધનો યુનીફોમ વિગેરે ફરજિયાત મળે છે કે કેમ તેની જવાબદારી સૌથી પહેલા કચેરીના બડાની છે. જેના અનુસંધાને શ્રમ આયુતુ શ્રી એક પરિપત્ર જાહેર કર્યો છે અને એ પરિપત્ર વર્ષ 2023 ના છે. પરંતુ જમીની હકીકત માં નવસારી જિલ્લામાં જિલ્લા પંચાયત હેઠળ જિલ્લા વિકાસ અધિકારી નાયબ જિલ્લા વિકાસ અધિકારી કે ખાતાના બડાઓ થી તાલુકા વિકાસ અધિકારી અને ગ્રામ પંચાયતમાં તલાટી કમ મંત્રીશ્રીયોને પોતે સરકારશ્રીના કાયદાઓની અમલવારી કરવામાં શ્રમયોગીઓ માટે કોઈ રસ નથી. માહિતી અધિકાર અધિનિયમ 2005 ના કાયદાની કલમ ચાર કા મુજબ સરકારી કચેરીઓમાં થતા દરેક કામો ને કોમ્પ્યુટરાઈઝ કરી વેબસાઈટ પર પ્રસિદ્ધ કરવો ફરજિયાત છે. અને મોદી સરકારની ડિજિટલ ઇન્ડિયા મિશન 2022 મુજબ દરેક કામો ડિજિટલ તરીકે થાય એના માટે પણ કાયદાઓ ઘડવામાં આવેલ છે. માહિતી અધિકાર અધિનિયમ 2005 ની કલમ ચારખા ના ફકરા 10 મુજબ કચેરીમાં કામ કરતા તમામ ને આપવામાં આવતો પગાર અને દરેક પ્રકારની સુવિધાઓ પ્રોએટેડ બજારમાં સ્વયંભૂ પ્રકાશિત કરવાનું રહે છે પરંતુ જલાલપુર તાલુકા વિકાસ અધિકારી અને નાયબ જિલ્લા વિકાસ અધિકારી ને માહિતી અધિકાર અધિનિયમ 2005 હેઠળના કાયદાઓ જે આજે 20 વર્ષ પૂર્ણ થયા છતાં એમને ખબર નથી અથવા આરક્ષણ સેટીંગ ડોટ કોમ થી નિમણૂક થયેલ હોવા થી અથવા કાયદાઓની અમલવારી કરાવવામાં ભ્રષ્ટાચાર ઉજાગળ થશે જેથી જલાલપુર તાલુકા વિકાસ અધિકારીને સંબોધી માગેલ આઈટીઆઈ હેઠળ શ્રમયોગીઓને મળતો પગાર ની પગાર સલીપ હવે એ પગાર સરકારી તિજોરીમાંથી આપવામાં આવે છે પરંતુ પગાર શ્રી આપવા ફરજિયાત હોવા છતાં જલાલપુર તાલુકા વિકાસ અધિકારી અને નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી ગુજરાતી ભાષામાં પરિપત્ર હોવા છતાં એમને રૂબરૂ બતાવવા છતાં માનવા તૈયાર નથી હવે એક તરફ મોદી સરકાર શ્રમયોગીઓ માટે નવા લેબરકોડની રચના કરી દેશમાં 27% થી 64 ટકા સુધી કાર્યરત શ્રમયોગીઓના જીવનમાં વિકાસ થાય એના માટે લેબર કોડ ની રચના કરી અને નવસારી જિલ્લા પંચાયતમાં હજુ સુધી લેબર એક્ટ 1948 ની અમલવારી થતો નથી. હવે આ સમાચાર ની ગંભીરતા થી નોંધ લઈ શ્રમયોગીઓને કાયદેસર વેતન પ્રોવિડન્ટ ફંડ ESIC સુરક્ષાના સાધનો યુનીફોમ વિગેરે આપશે અથવા ગુજરાત મુલ્કી સેવા ટ્રિબ્યુનલ એકટ હેઠળ ફરજ માં બેદરકારી બદલ સરકાર ને કાયદેસર કાર્યવાહી કરવા મજબૂર કરશે એ જોવાનું બાકી રહ્યું…