માર્ગ અને મકાન વિભાગના પર્દાફાસ – RTI
માર્ગ અને મકાન વિભાગ ગ્રામ પંચાયત થી જિલ્લા પંચાયત સુધી સાથે માર્ગ અને મકાન વિભાગ પંચાયત શાખા માં આજે દરેક જિલ્લા માં સરકાર સૌથી વધુ ફંડ ફાડવે છે. પરંતુ જમીની હકીકત માં એ તમામ નાણા ક્યાં વપરાય છે. એના માટે સરકાર તમામ જિલ્લાઓ માં મદદનીશ ઇજનેર , નાયબ કાર્યપાલક ઇજનેર , કાર્યપાલક ઇજનેર ,અધીક્ષક ઇજનેર સાથે તમામ તાલુકાઓ માં પણ તાલુકા વિકાસ અધિકારી , નાયબ જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા વિકાસ અધિકારી તરીકે લાખો રૂપિયા વેતન સાથે તમામ રાજા શાહી સુવિધાઓ જેવા કે એરકંડીશન કચેરી,ફરવા માટે એરકંડીશન વાહનો , ડ્રાઇવરો ,સિક્યુરિટી ગાર્ડો, રહેવા માટે બંગલો વગેરે ફાડવેલ છે. દરેક કચેરી માં તમામ આધુનિક સુવિધાઓ સાથે તમામ પ્રકારની સુવિધાઓ પણ આપેલ છે.
તારીખ ૨૧/૧૨/૨૦૨૫ના રોજ અધીક્ષક ઇજનેર વર્તુળ કચેરી સ્ટેટ અને પંચાયત સુરતની કચેરી ના બન્ને અધીક્ષક ઇજનેરો પાસે ત્રણ મુદ્દા ની માહિતી માંગવામાં આવી . જે આજે ૬ માસ થી વધુ સમય પસાર થવા છતા નવસારી સુરત વલસાડ તાપી અને ડાંગ જિલ્લા ની તમામ માર્ગ અને મકાન વિભાગ રાજ્ય કચેરી સાથે દરેક જિલ્લા ની જિલ્લા પંચાયત હેઠળ માર્ગ અને મકાન વિભાગ દ્વારા પુરી પાડવા બદલે ગુજરાતી ગરબા ની જેમ એક બીજા ને રમાડી રહ્યા છે.
રીબન ડેવલેપમેનટ એકટ ૧૯૭૦ આજે ૫૬ વર્ષ પૂર્ણ થતા ૫ જિલ્લા ની સ્ટેટ અને પંચાયત માં તમામ કાર્યપાલક ઇજનેરો સાથે તમામ નાયબ કાર્યપાલક ઇજનેરો કે મદદનીશ ઇજનેરો અને એના સૌથી મોટો અધિકારી અધીક્ષક ઇજનેરો માં એક પણ તસ્દી લીધેલ નથી. જેમા આજે આ સમાચાર સાથે માર્ગ અને મકાન વિભાગ ગાંધીનગર દ્વારા તમામ ને ઉલ્લેખી એક હુકમ જે અહિં જોઈ શકાય છે.

ઉપરોક્ત પરિપત્ર મુજબ અધીક્ષક ઇજનેર ,કાર્યપાલક ઇજનેર અને નાયબ કાર્યપાલક ઇજનેર શ્રી ઓની કાયદેસર જવાબદારી છે. અને જો જવાબદારી છે ત્યારે એના માટે વેતન પણ સરકાર ચુકવે છે. અહિં ઉપરોક્ત તમામ જિલ્લાઓ માં આજે વર્ષો થી દરેક ઇજનેરો કે વિકાસ અધિકારીઓ ફકત દરેક કામોના સુપરવિઝન કરવા માટે સરકાર નિમણુંક કરેલ છે. પરંતુ આજે તમામ અધિકારીઓ પોતાના નવા કાયદા મુજબ કામો કરી રહ્યા છે. જેમા રાઇટ ટૂ કરપશન અને કોઈ સંજોગો માં ભેરવાઇ જાય ત્યારે રાઇટ ટૂ સેટિંગ માં વિંદાસ નિકળી જવાય છે. જેથી ઉપરોક્ત તમામ જિલ્લાઓ માં આજે ૫૬ વર્ષે પણ કોઈ તપાસ કરેલ હોય એની કોઈ માહિતી ઉપલબ્ધ નથી.