become an author

[aioseo_breadcrumbs]

તા.૫ મી મે ના રોજ નેશનલ એલીજીબીટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ (યુજી-૨૦૨૪) પેન અને પેપર મોડની પરીક્ષા

તા.૫ મી મે ના રોજ નેશનલ એલીજીબીટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ (યુજી-૨૦૨૪) પેન અને પેપર મોડની પરીક્ષા

પરીક્ષા કેન્દ્રોથી ૧૦૦ મીટર અંદર ઝેરોક્ષ/ફેકસ પર પ્રતિબંધ

નેશનલ ટેસ્ટીંગ એજન્સી દ્વારા નેશનલ એલીજીબીટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ (યુજી-૨૦૨૪) પેન અને પેપર મોડની તા.૦૫/૦૫/૨૦૨૪ ના રોજ બપોરે ૨-૦૦ થી સાંજે પ-૨૦ કલાક દરમિયાન પરીક્ષા યોજાશે.

નવસારી જિલ્લામાં તમામ પરીક્ષા કેન્દ્રોમાં પરીક્ષાનું સરળ અને સુચારુ સંચાલન થાય, જાહેર પરીક્ષાની ગુણવત્તા અને વિશ્વસનીયતા જળવાઇ રહે અને પરીક્ષાર્થીઓ  શાંત અને સ્વસ્થચિતે પરીક્ષા આપી શકે તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે હેતુસર નવસારી અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ શ્રી કેતન પી. જોષીએ મળેલી સત્તાની રૂએ નવસારી જિલ્લાના પરીક્ષા કેન્દ્રોની અને બિલ્ડીંગની હદથી ૧૦૦ મીટરના ઘેરાવાના વિસ્તારમાં ચાર કે તેથી વધારે વ્યકિતઓને ભેગા થવા, સભા ભરવા, સરઘસ કાઢવા, કોઇપણ વ્યકિતએ (પરીક્ષાર્થી સહિત) હથિયાર, મોબાઇલ ફોન, સ્માર્ટ વોચ, સ્માર્ટ બેન્ડ લઇ જવા ઉપર તેમજ લાઉડ સ્પીકર વગાડવા કે અવાજ મોટો કરવાનું કોઇ યંત્ર વગાડવા ઉપર તથા પરીક્ષા કેન્દ્રોની ૧૦૦ મીટર અંદર ઝેરોક્ષ/ફેકસ સેન્ટરો પર તા.૦૫/૦૫/૨૦૨૪ ના રોજ બપોરે ૧૨-૦૦ વાગ્યાથી સાંજે ૭-૦૦ વાગ્યા સુધી ચાલુ રાખવા ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે. પરીક્ષા દરમિયાન સરકારશ્રીના કોવિડ-૧૯ નું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. આ હુકમનો ભંગ કરનાર ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ ની કલમ-૧૩૫ હેઠળ  શિક્ષાને પાત્ર ગણાશે.   

      

lokrakshak
Author: lokrakshak

0
0

RELATED LATEST NEWS