એલોપેથિકના ૩૦૦થી વધુ દવાઓ પર સરકારે લગાવ્યો પ્રતિબંધ

એલોપેથિકના ૩૦૦થી વધુ  દવાઓ પર સરકારે લગાવ્યો પ્રતિબંધ

આજે મેડિકલ સ્ટોર પર કે  જનરલ સ્ટોર ઉપર માથાનો દુઃખાવો, શરદી, ડાયેરિયા, પેટનો દુઃખાવો જેવી 300થી વધુ દવાઓ હવે નહીં મળશે.  સરકારે આ દવાઓ પર પ્રતિબંધ લગાવી દીધો છે. સરકાર દ્વારા પ્રતિબંધિત કરવામાં આવેલી દવાઓમાં કેટલીક દવાઓ એવી છે. જેનાં નામ દરેકને ખબર છે. આ દવાઓ ડૉક્ટરનાં પ્રિસ્ક્રીપ્શન વિના પણ સરળતાથી મેડિકલ સ્ટોરમાં મળી જાય છે. આ દવાઓનો વ્યવસાય આશરે ૪૦૦૦ કરોડ રૂપિયાનો છે. આ દવાઓ ફિક્સ્ડ ડોઝ કોમ્બિનેશન (FDC) છે.

ભારત દેશમાં આ દવાઓની આશરે 6 હજાર કરોડથી વધુ બ્રાન્ડ છે. જેમાં સેરિડોન, ડીકોલ્ડ, ફેન્સિડિલ, જિંટાપ ખૂબ જ પ્રસિદ્ધ છે. આ પગલાંથી સન ફાર્મા, સિપ્લા, વોકહાર્ટ અને ફાઈઝર જેવી ઘણી ફાર્મા કંપનીઓને મોટો ફટકો લાગ્યો છે.
આ લિસ્ટમાં 343 દવાઓનો સમાવેશ થાય છે, જેને એબોટ, પીરામલ, મેક્લિઓડ્સ, સિપ્લા અને લ્યૂપીન જેવી દવા નિર્માતા કંપનીઓ બનાવે છે. ડ્રગ ટેકનોલોજી એડવાઈઝરી બોર્ડ (DATB)ને મંત્રાલયને આ પ્રકારની સિફારિશ કરી છે. DATBએ સુપ્રિમ કોર્ટ દ્વારા ગત વર્ષે આપવામાં આવેલા આદેશનાં આધારે આ નિર્ણય આપ્યો છે. હવે, સરકારે તેને બેન કરવાની સૂચના આપી છે. જોકે, લાગે છે કે ઘણી કંપનીઓ સરકારનાં આ આદેશને કોર્ટમાં પણ પડકાર આપી શકે છે.
આ 343 દવાઓ પર પ્રતિબંધ લગાવ્યા બાદ મેડિકલ સ્ટોર પર તેનું વેચાણ ગેરકાયદેસર ગણાશે. જો કોઈ મેડિકલ સ્ટોર પર આ દવાઓનું વેચાણ કરવામાં આવશે તો ડ્રગ ઈન્સપેક્ટર પોતાનાં તરફથી જે-તે મેડિકલ સ્ટોર સંચાલકની વિરુદ્ધ FIR પણ દાખલ કરાવી શકે છે.

હવે ઉપરોક્ત સમાચાર જે જન હિત માટે ની છે. સંબધિત કચેરીઓ બેન દવાઓ જે હાલ માં મોટા ભાગની સ્ટોરો માં ઉપલ્બ્ધ છે.એને નાસ કરવા માટે કોઈ પગલો ભરશે ખરા…

Rate this

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share
WhatsApp chat