નવસારી જિલ્લાના વિજલપોર બીલીમોરા અને ગણદેવી નગરપાલિકાઓની તપાસ....

નવસારી જિલ્લાના વિજલપોર બીલીમોરા અને ગણદેવી                   નગરપાલિકાઓની તપાસ….

             નવસારી જિલ્લા માં બીલીમોરા ગણદેવી અને વિજલપોર નગરપાલિકાઓના નવા ચિફ ઓફિસરો ની હાલ માં નિમણુંક કરાર આધારિત થયેલ છે. જેમાં સરકાર શ્રીના પરિપત્ર મુજબ કોઈ પણ વિકાસ ના કામો માટે કે નાણા વહેચણી કે ઉપાડ માં સહિ કરવાની સત્તા નથી. જેના અનુસંધાન માંતારીખ ૧૯/૦૭/૨૦૧૮ના રોજ પર્યાવરણ અને માનવ અધિકાર સંસ્થાના પ્રદેશ અધ્યક્ષ દ્વારા પ્રાદેશિક કમિશ્નર શ્રી નગરપાલિકાઓ ની નિયંત્રણ કચેરી સુરત,નવસારી જિલ્લા કલેક્ટર નવસારી અને મુખ્ય મંત્રીશ્રી  ગુજરાત અને ઉપરોક્ત નગરપાલિકાઓના પ્રમુખ શ્રી /ચિફ ઓફિસર ને જાણ કરવામાં આવેલ હતી. પરંતુ આજ સુધી કોઈ પણ કચેરી સદર બાબતે કોઈ કાર્યવાહી કરેલ નથી. હાલમાં  તારીખ ૦૫/૦૯/૨૦૧૮ ના રોજ નવસારી જિલ્લા કલેક્ટર કચેરી દ્વારા નવસારી જિલ્લા માં બીલીમોરા ગણદેવી અને વિજલપોર નગરપાલિકાઓના નવા ચિફ ઓફિસરો ને સદર બાબતે તપાસ માટે વિનંતી  પત્રો પાઠવેલ છે. જેની પાસે કોઈ સત્તા જ નથી.અને એજ અધિકારીઓ હવે પોતાની તપાસ કરશે ખરૂ… એ સમજવો અઘરૂ છે.. હવે આ સમાચાર ની ગંભીરતા થી નોધ લઈ સંબધિત તમામ રાજનેતાઓ અને પ્રશાસનિક અધિકારીઓ જન હિત અને પારદર્શિતા સાથે તમામ નગરપાલિકાઓ માં સદર બાબતો સાથે કાયદેસર થતો ભ્રસ્ટાચાર માં કાયદેસર તપાસ કરશે એ આજે ચર્ચા નો વિષય અને આમ નાગરિકો માં ચર્ચાઈ રહ્યુ છે…

Rate this

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share
WhatsApp chat