વિજલપોર નગપાલિકા માં ચોખ્ખું પાણી.......?

વિજલપોર નગપાલિકા માં ચોખ્ખું પાણી…….?

નવસારી :-આજે વિજલપોર નગરપાલિકાના નાગરિકો ચોખ્ખું પાણી માટે તરસી રહ્યા છે. પાણી વગર જીવી શકાય નહિ. પર્યાવરણ માનવ અધિકાર સંસ્થા દ્વારા અગાઉ બિનજરૂરી રોડ ના બદલે નગરપાલિકાના નાગરિકો ને શિક્ષા સુરક્ષા સ્વાસ્થ્યની પ્રાથમિક જરૂરિયાત પહેલા પુરી કરવા માટે તત્કાલી નવસારીના કલેકટર શ્રી અને પ્રાદેશિક કમિશનર અમિત અરોરા શ્રી ને વિનંતી પત્ર સાથે રૂબરૂ મુલાકાત કરવામાં આવેલ હતી. શ્રી અમિત અરોરા એ 15 દિવસ માં પાણી ચોખ્ખું મળે એના માટે આશ્વાસન પણ આપેલ હતા. અને પ્રાથમિક જરૂરિયાત પહેલા પુરી કરવો જોઈએ સંમત પણ થયા હતા. તત્કાલીન ચિફ ઓફિસર રમેશ જોષી સાહેબ 3 કરોળ 56 લાખ રૂપિયા ના બાકી ના કામો રદ્દ કરવા માટે જરૂરી કદમ લેવા કાર્યવાહી કરવા સંમત પણ થયા હતા. આજે 100 દિવસ પૂર્ણ થયા. ચોખ્ખું પાણી ની સમસ્યા નો નિકાલ થઈ શક્યા નહીં. મળેલ માહિતી મુજબ વિજલપોર નગરપાલિકા માં ચોખ્ખું પાણી આપવા થી પાણી વેચાણ કરનાર ના લાખો રુપિયા ના નુકસાન થસે. કલેકટર શ્રી અને પ્રાદેશિક કમિશનર શ્રી અરજીઓ ની નિકાલ માં જવાબો આપવા પણ યોગ્ય સમજતા નથી. જેથી આજ સુધી વિજલપોર નગરપાલિકા ની પાણી ની જ્વલંત સમસ્યા માં મળેલ સત્તા અને રૂ મુજબ તત્કાલ કાર્ય વાહી કરે એ અત્યંત જરૂરી છે. નવનિયુક્ત ચિફ ઓફિસર પાસે નોલેજ નો ભંડાર છે. કરાર આધારિત પાસે કોઇ સત્તા હોતી નથી. હવે કલેક્ટર શ્રી અને પ્રાદેશિક કમિશનર શ્રી પાસે થી જ ન્યાય મળી શકે. જેની રાહ વિજલપોર નગરપાલિકા ના ગરીબ શોષિત દલિત મધ્યમ વર્ગીય નાગરિકો જોઈ રહ્યા છે. જેમની પાસે દર રોજ ચાલીસ રુપિયા રોજ પાણી ખરીદવા માટે નથી. કલેકટર શ્રી સમાચાર ની ગંભીરતા થી નોંધ લઈ કાર્ય વાહી કરશે જેની રાહ આજે વિજલપોર ના ગરીબ નાગરિકો જોઈ રહ્યા છે.

Rate this

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share
WhatsApp chat