નવસારી જિલ્લા માં સરકારી કચેરીઓ માં કાર્યરત ડ્રાઈવરો કોમ્પ્યુટર ઓપરેટરો ની માહિતી.....?

નવસારી જિલ્લા માં સરકારી કચેરીઓ માં કાર્યરત ડ્રાઈવરો, કોમ્પ્યુટર ઓપરેટરો,અને મજુરોની માહિતી પર્યાવરણ અને માનવ અધિકાર સંસ્થાના પ્રદેશ અધ્યક્ષ દ્વારા નવસારી જિલ્લા કલેક્ટરશ્રીની કચેરીના જાહેર માહિતી અધિકારી પાસે માગવામાં આવી 

આજે નવસારી જિલ્લા માં લઘુત્તમ માસિક વેતન ધારો ૧૯૮૬ મુજબ સરકારશ્રીની કચેરી ઓ માં જ આપવામાં આવતી નથી. જેના અનુસંધાન માં સરકારશ્રીના કચેરીઓ માં ડ્રાઈવરો,કોમ્પ્યુટર ઓપરેટરો અને મજુરો ની માહિતી  તારીખ ૦૮/૦૮/૨૦૧૮ ના રોજ જાહેર માહિતી અધિકારી નવસારી જિલ્લા કલેક્ટર શ્રી પાસે માગવામાં આવી છે. મા.અ.અ.૨૦૦૫ ના કલમ ૬(૩) મુજબ મહત્તમ ૫ દિવસ માં જે માહિતીઓ સદર કચેરી માં ઉપલ્બ્ધ ન હોય એ દિન-૫ માં તબ્દીલ કરી અરજદાર ને આર.પી.એ.ડી. દ્વારા જાણ કરવાનુ હોય છે. હવે સદર જિલ્લા માહિતી અધિકારી શ્રીની કચેરી દ્વારા કઈ રીતે કાર્યવાહી કરવામાં આવે છે.એના ઉપર આજે નવસારી જિલ્લા ના તમામ જાગૃત નાગરિકો અને જાણકાર વિદ્વાનોની નજર છે અને  રહેશે. 

                       નવસારી જિલ્લા માં ભ્રષ્ટાચાર ચરમ સીમ ઉપર છે.અને સરકાર રાત દિવસ નવા નવા નિયમો ઘડી રહી છે. પરંતુ એના જ પ્રશાસનિક અધિકારીઓ કોઈ પણ સંજોગે કાયદાની અમલવારી કે કાર્યવાહી કરવા રાજી નથી. અને નાગરિકો ત્રાહિમામ જોવા મળી રહ્યા છે. આજે નવસારી જિલ્લાના સરકારી અધિકારીઓના જ રાત -દિવસ હાજર રહેનાર ડ્રાઈવરો ને લઘુત્તમ માસિક વેતન આપવામાં નથી આવતો એવા સમાચારો સાંભણવા મળી રહ્યા છે. કોમ્પ્યુટર ઓપરેટરો માં મોટા ભાગે સારા માં સારુ શૈક્ષણિક લાયકાત અને અનુભવી મહિલાઓ નિયમિત કામ કરે છે.મજુરો મોટા ભાગે મહેનત કરતા જોવા મળે છે.અને  દર માસે લઘુત્તમ માસિક વેતન માટે પરિપત્રો સરકાર વહાર પાડે છે. પણ અમલવારી કૌણ કરશે અને કૌણ કરાવશે એ સમજવુ અઘરુ છે. જેના અંવયે મા.અ.અ.૨૦૦૫ના કલમ ૨૪ મુજબ માહિતીઓ માગવામાં આવી છે. 

નવસારી જિલ્લા માં આરટીઆઈ ૨૦૦૫ કે આરસીપીએસ ૨૦૧૩ માટે મોટા ભાગ ની કચેરીઓ માં અજુ સુધી અમલવારી થયેલ નથી. અરજદારો દ્વારા આપવામાં આવતી અરજીઓ ના નિકાલ કે મીડિયા દ્વારા કરવામાં આવતો પર્દાફાસ અને અહેવાલ ના તપાસ કે કાર્યવાહી માટે નવસારી જિલ્લા માં કોઈ અધિકારી જ નથી. જન સંપર્ક અધિકારી ની કચેરી માં કાયમી ધોરણે તાળુ જોઆ મળે છે.

                      સમાચારની ગંભીરતાથી નોધ લઈ તત્કાલ કાયદેસર કાર્યવાહી સંબધિત અધિકારીઓ કરશે કે સહભાગીદાર તરીકે પોતા ના નામો કાબીલે તારીફ ના કોલમ માં લખાવશે એ જોવાનુ બાકી રહ્યુ.

Rate this

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share
WhatsApp chat