નવસારી જિલ્લા વિકાસ અધિકારીની કચેરી માં RCPS ACT 2013 અને RTI 2005 લકવા ગ્રસ્ત ..જવાબદાર કૌણ.......?

નવસારી જિલ્લા વિકાસ અધિકારીની કચેરી માં RCPS ACT 2013 અને RTI 2005 લકવા ગ્રસ્ત ..જવાબદાર કૌણ…….?

 આજે ગુજરાત રાજ્યના ઐતિહાસિક અને સંસ્કારી નગરી નવસારી જિલ્લા માં સૌથી વધુ નાગરિકો નવસારી જિલ્લા વિકાસ અધિકારીશ્રીની કચેરીની તાબા હેઠળ વસે છે.જેની સંપૂર્ણ વિકાસ કે નવી યોજનાઓની જવાબદારી જિલ્લા વિકાસ અધિકારીશ્રીની છે.અને વર્ષો થી નવસારી જિલ્લા વિકાસ અધિકારીના તાબા હેઠળ કચેરીઓ માં ગેરકાયદેસર મોટા ભાગે કામો થઈ રહ્યા છે.અને સરકાર ના સૌ થી મોટી રકમ  સદર કચેરીમાં જ ગુજરાત સરકાર દ્વારા ફાડવવામાં આવે છે. પરંતુ જમીની હકીકત માં સદર કચેરી સાથે તાબા હેઠળની મોટા ભાગની કચેરીઓ માં મોટા ભાગના કામો માં ગેરકાયદેસર વહીવટી કામો માં પણ ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. નવસારી જિલ્લા વિકાસ અધિકારી શ્રી કોઈ પણ કાયદાકીય જવાબદારી લેવા તૈયાર નથી કે સક્ષમ નથી.એ જાણવુ આજે અઘરૂ ભલે હોય પણ કાયદા કાનૂન વગર ચાલતી કચેરીઓના તાબા હેઠળ ના નાગરિકો ત્રાહિમામ જોવા મળી રહ્યા છે. સદર કચેરી ની તાબા હેઠળ ના તમામ વર્ગ -૨ અને ત્રણ ની કચેરીઓ માં ગેરકાયદેસર એસી દ્વારા કરોડો રૂપિયાના વર્ષે નુકશાન થઈ રહ્યો છે. મોટા ભાગ ની સરકારી જમીનો ઉપર અસમાજિક તત્વો દ્વારા કબ્જો કરવામાં આવેલ છે. ગુજરાત સિવિલ સર્વિસ રૂલ્સ નો પાલન થતો જ નથી.આજ સુધી કોઈ કાયદેસર તપાસ થયેલ નથી. તપાસ કૌણ અને ક્યારે કરશે.. કાયદાઓ ની અમલવારી કૌણ અને ક્યારે કરાવશે.. આજ સુધી પાલન કેમ કરવા માં નહિ આવી… ફરિયાદ પછી જ પાલન કરવા માટે કે કાર્યવાહી કરવા કયા અધિનિયમ કે પરિપત્ર માં છે.. અધિકારીઓ ને લાખો રૂપિયા અને રાજાશાહી જેવી સુવિધાઓ શા માટે ….? નાગરિક અધિકાર પત્ર કચેરીઓ સામે કેમ નથી મુકવામાં આવતો…? મા.અ.અ.૨૦૦૫ મુજબ કાર્યવાહી કેમ કરવામાં નથી આવતી…? આરોગ્ય જેવા ગંભીર વિષયો માટે જવાબદાર અધિકારી કેમ નિમણુંક કરવા માં નથી આવતો….? 

નવસારી જિલ્લા માં તારીખ ૨૬/૧૨/૨૦૧૭ ના રોજ નવસારી જિલ્લા કલેક્ટર શ્રી ને સંબોધીને જાહેર સેવા અંગે નાગરિક અધિકાર અધિનિયમ ૨૦૧૩ ના વિશે જાણકારી મેળવવા માટે મા.અ.અ.૨૦૦૫ મુજબ માહિતીઓ માગવામાં આવેલ હતી. જેમા દુર્ભાગ્યવશ નવસારી જિલ્લા કલેક્ટર કચેરી દ્વારા નવસારી જિલ્લા વિકાસ અધિકારીની કચેરી માં તબ્દીલ કરવામાં આવેલ હતી. જેના અનુસંધાન માં નવસારી જિલ્લા વિકાસ અધિકારી શ્રીની કચેરી માં એક તલાટી કમ મંત્રીના શૈક્ષણિક લાયકાત ધરાવતા આરક્ષણ માં પરમોશન ધરાવતા થી માંડી વર્ગ -૧ સુધીના અધિકારીઓને અજુ ખબર જ નથી કે સદર કાયદાનો મતલબ શું થતો હશે.? અને માહિતી અધિકાર અધિનિયમ ૨૦૦૫ દ્વારા માગેલ અરજદાર સામે દરેક અધિકારીઓની શૈક્ષણિક લાયકાત અને અનુભવના પર્દાફાસ થયા છે. અને આજ સુધી કોઈ પણ કચેરી અમલવારી કરેલ નથી. અને એ અમલવારી કરાવવા માટે સરકાર શ્રીના પરિપત્ર મુજબ નવસારી જિલ્લા વિકાસ અધિકારીશ્રીની છે. અને અરજદાર દ્વારા તત્કાલીન નવસારી જિલ્લા વિકાસ અધિકારી શ્રી સુમેરા દ્વારા કરેલ હુકમના પાલન કરવા માટે નવનિયુક્ત જાંબાજ અનુભવી અધિકારીશ્રીને સદર કાયદાનો અમલવારી કરવા અને કરાવવા માટે એક વિનંતી પત્ર પણ પાઠવવામાં આવેલ હતુ.છતા એ કાયદાની અમલવારી કરવા પ્રચાર પ્રસાર કરવા થી કે કાયદા વિશે જન જાગૃતિ લાવવા થી સરકાર ની પારદર્શી થશે વિકાસના કામો માં તીબ્રતા આવશે. બીજી તરફ જોઈયે ત્યારે મોટા ભાગના અધિકારીઓ અને તલાટીઓના પર્દાફાસ થશે .જેથી અજુ સુધી જાહેર સેવાઓ અંગે નાગરિક અધિકાર અધિનિયમ કે માહિતી અધિકાર અધિનિયમ ૨૦૦૫ ના પાલન કે અમલવારી થયેલ નથી. અને જાગૃત નાગરિકો અને વિદ્વાનોના મંતબ્ય મુજબ સરકાર શ્રી હવે કાયદાની અમલવારી કરવા માટે સક્ષમ અધિકારી ની નિમણુંક કરવો ફરજીયાત છે. એવા પરમોટેડ અધિકારીઓ માં મોટો બદલાવ લાવવાની જરૂર છે. હવે આ સમાચાર ની ગંભીરતાથી નોધ લઈ મુખ્ય મંત્રી શ્રી પહેલા તત્કાલ પ્રશાશનિક અધિકારીઓ માં નવી શર્તો મુકી અને એ મુજબ સક્ષમ અધિકારીઓની નિમણુંક કરશે જે આજે અત્યંત જરૂર અને સમયની માંગ છે.

  નવસારી જિલ્લા વિકાસ અધિકારીની તાબા હેઠળ નવસારી જિલ્લા આરોગ્ય વિભાગના જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ઉપરોક્ત કાયદા મુજબ કોઈ પણ સંજોગે અમલવારી કરવા તૈયાર નથી. આજે આશરે ત્રણ માસ મા.અ.અ.૨૦૦૫ ના માહિતી ન મળતા અપીલ કર્યા છતા સુનવણી કરવા માટે તારીખો આપી શકતા નથી. નવસારી જિલ્લા અરોગ્ય કચેરીમાં આજે બીજી વાર મા.અ.અ.૨૦૦૫ ની અપીલો ની ફાઈલો ગાયબ થતી હોય એવા જવાબ આપી છુટકારો મેળવી રહ્યા છે. નવસારી જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી વહીવટી કામો માટે પોતે એકલા જવાબદાર નથી . એવા જવાબો આપી છુટકારો લઈ રહ્યા છે. નવસારી જિલ્લા અરોગ્ય કચેરી આજે લકવા ગ્રસ્ત થયેલ છે. હવે સંબધિત તમામ અધિકારીઓ પોતાની કચેરીની કાયદેસર જવાબદારી પૂર્વક કામો કરે એની જવાબદારી કોણી છે….?

Rate this

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share
WhatsApp chat