નવસારી-સ્વચ્છ ભારત મિશન (ગ્રા) અંતર્ગત મહિલા સ્વચ્છતા જાગૃતિ દિવસની ઉજવણી કરાઇ 

સ્વચ્છ ભારત મિશન (ગ્રા) અંતર્ગત મહિલા સ્વચ્છતા જાગૃતિ દિવસની ઉજવણી કરાઇ 

અધિકારી શ્રી સુઈ રહ્યા છે ..

 

નવસારીઃ-મહિલા સશકિતકરણ પખવાડિયા ઉજવણી અંતર્ગત મહિલા સ્‍વચ્‍છતા જાગૃતિ દિવસની ઉજવણી જિલ્લા ગ્રામ વિકાસ એજન્‍સી, નવસારીના સભાખંડ ખાતે જિલ્લા ગ્રામ વિકાસ એજન્‍સીના નિયામકશ્રી પી.કે.હડુલાના અધ્‍યક્ષસ્‍થાને ઉજવણી કરવામાં આવી હતી. જેમાં આંગણવાડી બહેનો, સખી મંડળની બહેનોએ ગામમાં ૧૦૦ ટકા શૌચાલય અને સ્‍વચ્‍છતા અંગે કરેલી સારી કામગીરીના પ્રતિભાવ આપ્‍યા હતાં. મહિલા સરપંચશ્રી અને ગુજકેટના બહેનો ઘ્‍વારા પ્રતિભાવો રજૂ કરવામાં આવ્‍યા હતાં. મેડિકલ ઓફિસર ડૉ.નયનાબેન પટેલે કિશોરીઓની વ્‍યકિતગત આરોગ્‍ય વિષયક સ્‍વચ્‍છતા અંગે માર્ગદર્શન આપ્‍યું હતું. ૧૮૧ મહિલા અભયમ હેલ્‍પલાઇન ઘ્‍વારા વિશે જાણકારી આપવામાં આવી હતી. ડૉ.કાળુભાઇ ડાંગર ઘ્‍વારા બહેનોને સ્‍વચ્‍છતા વિશે માર્ગદર્શન આપવામાં આવ્‍યું હતું. સ્‍વચ્‍છ ભારત મિશન (ગ્રા) યોજના અંતર્ગત ગુજકેટમાં સારી કામગીરી કરેલ મહિલાઓ અને ૧૦૦ ટકા શૌચાલય ધરાવતા મહિલા સરપંચશ્રીઓનું શાલ ઓઢાડી સન્‍માન પત્ર આપી સન્‍માન કરવામાં આવ્‍યું હતું. સ્‍વચ્‍છતા અંગેની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી. અંતમાં જિલ્લા કો.ઓર્ડિનેટર હિના પટેલ ઘ્‍વારા કાર્યક્રમની પુર્ણાહૂતિ કરવામાં આવી હતી.

Rate this

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share
WhatsApp chat