વિજલપોર નગરપાલિકા દ્વારા એતિહાસિક કામગીરી કાબીલેતારીફ કે દુર્ભાગ્યપૂર્ણ….!

વિજલપોર નગરપાલિકા દ્વારા ગરીબ નાગરિકો ના રોજગાર છીનવી લેવામાં એતિહાસિક કામગીરી
આજે શાસક નગરસેવકો ના નારાજગી ના ભોગ ગરીબ નાગરિકો દ્વારા ચા- નાસ્તો ખાણીપીણી ના લારી ગલ્લો ના ચલાવતા ને આપવો પડ્યો. આશાપુરી માંના મંદિર થી રામનગર સુધી ચાલતી મોટા ભાગની લારીઓ હિટલરશાહી દ્વારા ઉચકી લેવામાં આવી. માનવ અધિકાર સંસ્થા દ્વારા લારી ગલ્લા ઉચકવાના કારણો ના જવાબ કોઇ પણ અધિકારી આપી શકયા ન હતા. એક તરફ વિશ્વ વિખ્યાત ભારત ના પ્રધાન મંત્રી પકોડા બેચનાર ને રોજગારી માં ગણાવી પ્રોત્સાહન આપી રહ્યા છે. અને બીજી બાજુ અહીં એમનાજ નગરસેવકો ના નારાજગી ના બદલો ગરીબો ની રોજગારી છીનવી ને પુરી કરવામાં આવે છે. જેમાં મોટા ભાગ ની લારીઓ જેના થી કોઈ ટ્રાફિક કે અન્ય તકલીફો ન હતી. એ પણ આજે નિર્દયતાથી ઉચકી લેવામાં આવી. મોટા ભાગ ની લારીઓ તદ્દન ગંભીર પરિસ્થિતિ માં હોવાથી લારીઓ ટૂટી પણ ગયેલ હતી.
જોવાની બાત તો એ છે કે આજે સદર લારીઓ ના માલિકો કે ભાડે થી ચલાવતા ગરીબ દલીલ શોષિત મજલુમો ને અગાઉ જાણ પણ કરવામાં આવી ન હતી . અને ગરીબો મજલુમો દલિતો મજલુમો જેવા શબ્દો થી પરિભાષિત કરનાર સેવા ભાવી પાર્ટીઓના નગરસેવકો આજે અદ્રશ્ય હતા. હવે આ સમાચારની ગંભીરતા થી નોંધ લઈ તપાસ કરાવવા માં આવે ત્યારે મોટા માથાઓ ના પર્દાફાશ થાય એમા કોઇ શક નથી. પણ તપાસ કૌણ કરશે …?
લારીઓ કેમ કોઈ પણ અગાઉ જાણ કરવા વગર લેવામાં આવી…?
ગુજરાત હાઈ કોર્ટ ના હુકમ મુજબ પાર્કિંગ ની જગ્યા બનાવેલ દુકાનો માં કાર્યવાહી નગરપાલિકાના ચિફ ઓફિસર કે નગરસેવકો કરી શકશે ખરા… વિજલપોર નગરપાલિકા ના હદ માં ગેરકાયદેસર થયેલ બાધકામ ઉપર કાર્ય વાહી કરશે ખરા.. ગૌરવપથ અહીં અદ્રશ્ય છે એ દબાણ હટાવી શકશે ખરા. શાકભાજી માટે બનાવેલ માર્કેટ માં મોટા ભાગે ગંદકી નો સામ્રાજ્ય છે. એ કેમ નજરે નથી પડતો.
આજે વિજલપોરના શાસન પ્રશાસન ઉપર ઘણા સવાલો આમ નાગરિકો ઉઠાવી રહ્યા છે જેનો જવાબ આપવો જ પડશે….

Rate this

One thought on “વિજલપોર નગરપાલિકા દ્વારા એતિહાસિક કામગીરી કાબીલેતારીફ કે દુર્ભાગ્યપૂર્ણ….!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share
WhatsApp chat