જિલ્લા પંચાયત નવસારી માં RTI 2005 અને RCPS 2013 લકવા ગ્રસ્ત …

નવસારી જિલ્લા મોટા ભાગ ના અધિકારીઓ માટે ટ્રેનિંગ સેન્ટર ……..
આજે ગુજરાત રાજ્ય ની એતિહાસિક અને સંસ્કારી નગરી નવસારી જીલ્લા મોટા ભાગ ના અધિકારીઓ માટે ફકત એક ટ્રેનિંગ સેન્ટર નો ભાગ ભજવી રહ્યો છે. કાયદા કાનૂન અને વિકાસ માત્ર ફાઈલો માં દમ તોડી રહ્યા છે. નવસારી જિલ્લા પંચાયત માં આરટીઆઈ હોય કે આરસીપીએસ  પરમોસન થી આવેલ અધિકારીઓ ને ખબર જ નથી એવું ન બને. 80 ટકા વસ્તી માં વિકાસ ની જવાબદારી ધરાવતી કચેરી માં સરકાર ગમે એ મહેનત મસકકત કરે કોઈ ફરક નજરે નથી પડતો. તલાટી ઓ અહીં હવે તલાટી નહીં ફકત પોતાને મંત્રીઓ જેવા હુકમ કરી રહ્યા છે. અને નવસારી જિલ્લા પંચાયત ના તાલુકા વિકાસ અધિકારીઓ ગેરકાયદેસર કામો કરવામાં પોતે ગર્વાન્વિત થઈ રહ્યા છે. અહીં જવાબદાર અધિકારી કોણ છે .સમજવું અઘરુ છે. હાલ માં જ નવસારી તાલુકા વિકાસ અધિકારી ના પર્દાફાસ થયા. છતા કોઈ પણ કાયદા કીય કાર્યવાહી કરવા માટે કોઈ અધિકારી નથી. ગુજરાત સરકાર ગમે એ મહેનત કરે અહીં કોઈ ફરક પડે એવો નહિ બને. આરોગ્ય વિભાગ માં આજ સુધી આરટીઆઈ ની અમલીકરણ માટે કોઇ કાયદેસર અધિકારી જ નથી. વૈજ્ઞાનિક પદ્ધતિના મંતવ્ય મુજબ મોટા ભાગે 50 વર્ષ પછી માનવ શરીર નો દરેક ભાગ કમજોર બને છે. પરંતુ અહીં તલાટી થી વર્ગ એક માં પરમોશન મળે છે. હવે નવસારી જિલ્લા ના સમાહર્તા અને જિલ્લા વિકાસ અધિકારી સાથે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી પાસે ભ્રષ્ટાચાર સામે તત્કાલ નવી કમેટી ની રચના માટે અરજી ઓ કરવામાં આવી રહી છે. અને શાસન દ્વારા પ્રશાસન ઉપર કાર્યવાહી થઈ શકે કે કેમ …એ જોવાનું બાકી રહયુ…

Rate this

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share
WhatsApp chat