નવસારી જિલ્લાના ગણદેવી, બીલીમોરા અને વિજલપોર નગરપાલિકાના મુખ્ય અધિકારી શ્રીની ભુમિકા શંકાસ્પદ ….?

 નવસારી જિલ્લાના ગણદેવી, બીલીમોરા અને વિજલપોર નગરપાલિકાના મુખ્ય અધિકારી શ્રીઓની ભુમિકા શંકાસ્પદ ….? 

                   પર્યાવરણ અને માનવ અધિકાર સંસ્થાના પ્રદેશ અધ્યક્ષ દ્વારા ગુજરાત દક્ષિણ ઝોનના પ્રાદેશિક કમિશ્નરશ્રી અને નગરપાલિકાઓની કચેરી સુરત  અને નવસારી જિલ્લા કલેક્ટરશ્રીને તપાસ અને કાર્યવાહી બાબત અરજી 

      

              નવસારી જિલ્લા માં નગરપાલિકાઓ માં ભ્રષ્ટાચાર ચરમ સીમા પર છે.અને કોઈ જવાબદાર અધિકારી નથી.સરકાર ના ભ્રષ્ટાચાર વિરૂધ ની કામગીરી અહિં ફકત એક જુમલો નવસારી જિલ્લા ના અધિકારીઓ સાવિત કરવા એડી ચોટી ના જોર લગાવી રહ્યા છે. નવસારી જિલ્લામાંના મોટા ભાગના અધિકારીઓ કાયદા કાનૂન ની ઐસી કી તૈસી કરવા માં મોટો કામ કરતા હોય એવો આજે નાગરિકો ને એહસાસ કરાવી રહ્યા છે. નવસારી જિલ્લાના તમામ નગરપાલિકાઓ માં હાલ માં  મુખ્ય અધિકારીઓ/ચિફ ઓફિસરોની નિમણુંક કરવામાં આવેલ છે. અને વિજલપોર ગણદેવી અને બીલીમોરા માં નિવૃતિ બાદના અધિકારીઓની નિમણુંક કરવામાં આવેલ છે. જેમા ગુજરાત સરકાર ના રાજ્યપાલના હુકમ ગુજરાત સરકાર નાણા વિભાગ પરિપત્ર ક્રમાંક તજર/૧૦/૨૦૧૪/૧૧૪૧/ઝ તારીખ ૨૬/૮/૨૦૧૫ મુજબ નિવૃતિ બાદ કરાર આધારિત નિમણુંક પામતા અધિકારી/કર્મચારીને તે કચેરીના ઉપાડ અને વહેચણી અધિકારી તરીકેની સત્તા ન આપવા તથા જો કોઈ કચેરીમાં નિવૃતિ બાદ કરાર અધારિત નિમણુંક પામેલ અધિકારી/કર્મચારી સદર કચેરીના ઉપાડ અને વહેંચણી અધિકારી તરીકે ની સત્તા આપવામાં આવેલ હોય તો તાત્કાલિક અસરથી પરત ખેંચી લેવા આથી સુચના આપવામાં આવે છે.આ સુચનાનું દરેક વિભાગ /ખાતાના વડા એ ચુસ્તપણે પાલન કરવાનુ અને તેમના નિયંત્રણ હેઠળની કચેરીઓ માં પાલન કરવાનુ રહેશે. તદ ઉપરાંત મહેસુલ વિભાગ સચિવાલય ગાંધીનગરના પરિપત્ર ક્રમાંક પરચ/૧૦૨૦૧૭/૧૧૭૨/ન તારીખ-૦૭/૦૯/૨૦૧૭ ગુજરાત તકેદારી આયોગ તા.૨૬/૦૭/૨૦૧૭નો પત્ર ક્રમાંક મહખ/૧૧/૨૦૧૬/૭૬૬૨૨/સી મુજબ બિન તાલીમી અને બિન અનુભવી કર્મચારીઓ ને જવાબદારી વાળી જગ્યાની કામગીરી સોપવામાં કાળજી રાખવા બાબતના પરિપત્ર મુજબ નવસારી જિલ્લા માં  ગણદેવી બીલીમોરા વિજલપોર નગરપાલિકાઓ નિવૃતિ બાદ કરાર આધારિત અને કોઈ પણ જાતના અનુભવ કે ચિફ ઓફિસર માટે જરૂરી શૈક્ષણિક લાયકાત વગરના અધિકારીઓની નિમણુંક કરવામાં આવેલ છે કે કેમ ? . જેમાં સુત્રો દ્વારા મળેલ માહિતી મુજબ વિજલપોર નગરપાલિકામાં નિમણુંક થયેલ મુખ્ય અધિકારી શ્રી પાસે સદર કાયદા નો જ્ઞાન ન હોય જેથી ગુજરાત રાજ્યપાલ શ્રી અને નાણા વિભાગ ના કાયદાનો અનાદર કરી ઉપાડ અને વહેચણી માટે તમામ કામગીરી કરેલ છે. અને પર્યાવરણ અને માનવ અધિકારના પ્રદેશ અધ્યક્ષ ને રૂબરૂ મુલાકાત માં જણાવેલ છે કે કાયદો હશે . અમો ને ઉપરથી કહેવા માં આવેલ જ કામગીરી કરવાની રહે છે.જેથી સદર મુખ્ય અધિકારી શ્રી ને કાયદા વિરૂદ્ધ કામ કરવા માટે કૌણ કહે છે ? એ પણ આજે રહસ્ય છે. હવે જ્યારે સામાન્ય કાયદાનો જ્ઞાન ન હોય ત્યારે સરકારનો બીજો પરિપત્ર મુજબ બિન અનુભવી અને શૈક્ષણિક લાયકાત વગર નો પરિપત્ર મુજબ જવાબદારી વાળી જગ્યા કેવી રીતે કામ કરી શકે?  હવે ભવિષ્ય માં કોઈ પણ અનબનાવ બને ત્યારે એની જાવબાદારી કયા અધિકારી ની થશે ..? ઉપરોક્ત તમામ બાબતે નવસારી જિલ્લા ના સમાહર્તા શ્રી અને નવનિયુક્ત પ્રાદેશિક કમિશ્નરશ્રી સુરત  તત્કાલ તપાસ કરાવી કાયદેસર કાર્યવાહી કરી ગુજરાત રાજ્ય માં નવસારી જિલ્લા માં થતો ભ્રષ્ટાચાર નો અંત લાવી પારદર્શી સમૃદ્ધ માં ભાગીદાર થશે.નવસારી જિલ્લા માં આજે પણ માહિતી અધિકાર અધિનિયમ ૨૦૦૫ અને જાહેર સેવાઓ અંગે નાગરિક અધિકાર અધિનિયમ ૨૦૧૩ ના કાયદેસર અમલવારી થયેલ નથી.અને સદર કાયદાઓ ની અમલવારી થતાની સાથે અધિકારીઓ ના જીવન માં મોટી તકલિફ આવી શકે છે.મોટી મોટી ફાઈલો જે એમની મર્જી મુજબ થાય પછી જ કામ થતો તરતજ અટકી જશે. જેથી કાયદેસર અમલવારી કરાવવા અને ઉપરોક્ત કાયદાઓના પાલન કરાવશે. એની આજે જાહેર નાગરિકોની માંગ સાથે અત્યંત જરૂર છે.


       


Rate this

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share
WhatsApp chat