નવસારી આરોગ્ય વિભાગ દ્વારા ઓરી અને રૂબેલા રસીકરણ અભિયાનનો પ્રારંભ

નવસારી આરોગ્‍ય વિભાગ ઘ્‍વારા 

ઓરી અને રૂબેલા રસીકરણ અભિયાનનો પ્રારંભ 
નવસારી જિલ્લામાં ૩ લાખથી વધુ બાળકોને ઓરી અને રૂબેલાનું રસીકરણ કરાશે 
નવસારીઃ ભારત સરકાર અને ગુજરાત સરકારના આરોગ્‍ય પરિવાર કલ્‍યાણ વિભાગ ઘ્‍વારા દેશભરમાં ઓરી અને રૂબેલા રસીકરણ અિભયાનનો પ્રારંભ થઇ રહયો છે. જેમાં નવસારી જિલ્લાના આરોગ્‍ય વિભાગ પણ સહભાગી બન્‍યો છે.
        નવસારીના ધારાસભ્‍ય શ્રી પિયુષભાઇ દેસાઇએ આ પ્રસંગે જણાવ્‍યું હતું કે, રાજય સરકાર જાહેર સ્‍વાસ્‍થ્‍યની બાબતમાં ખૂબ જ ચિંતિત છે. દરેક બાળક દેશના ખડતલ બને એવા ઉમદા આશયથી ઓરી અને રૂબેલા રસીકરણ માટે રાજયવ્‍યાપી અભિયાન હાથ ધર્યુ છે. સમગ્ર ગુજરાતમાં ૧.૭૫ કરોડ બાળકોને આવરી લેવાશે. નવસારી જિલ્લામાં ૩ લાખતી વધારે બાળકોનું રસીકરણ કરાશે. ઓરી અને રૂબેલા રસીકરણની જાગૃતિ માટે શાળાઓ/કોલેજો પણ જોડાઇ છે. જે સરાહનીય છે.
        જિલ્લા કલેકટર ડૉ.એમ.ડી.મોડિયાએ જણાવ્‍યું હતું કે, સમગ્ર દેશ સહિત ગુજરાતના તમામ જિલ્લામાં રસીકરણ અભિયાનની શરૂઆત થઇ રહી છે. રાજયના તમામ બાળકોને આરોગ્‍ય વિભાગ ઘ્‍વારા સાર સંભાળ લેવામાં આવી રહી છે. દરેક બાળક તંદુરસ્‍ત નાગરિક બને અને એક ખડતલ અને તંદુરસ્‍ત સમાજ બનાવવા કવાયત હાથ ધરી છે. સામાન્‍ય રીતે ગ્રામ્‍ય વિસ્‍તારમાં ઓરી માટે કોઇ દવા કરવાતું નથી જેથી કોઇ વખત ઓરીના કારણે બાળકનું મૃત્‍યુ થવાની ઘટનાઓ બની છે. જેને કારણે રાજય સરકાર ૯ થી ૧૫ વર્ષના તમામ બાળકોને ઓરી અને રૂબેલાની રસીકરણ કરવા અભિયાન હાથ ધરાયું છે.
        નવસારી જિલ્લામાં એકપણ બાળક રસીકરણ વગર ન રહેવું જોઇએ. તેવું સદ્‌ઢ આયોજન કરાયું છે. છેવાડાના વિસ્‍તારમાં પણ કોઇ બાળક બાકી ન રહે તે માટે મિશન મોડમાં આયોજન કરાયું છે. રસીકરણ કાર્યક્રમમાં તમામ વાલીઓને સહકાર આપવા કલેકટરે અપેક્ષા વ્‍યકત કરી હતી.
        જિલ્લા વિકાસ અધિકારી શ્રી આર.જી.ગોહિલે જણાવ્‍યું હતું કે, ઓરી અને રૂબેલા ઘાતક રોગ છે. વાયરસથી ફેલાતા આ રોગ ચેપી છે. જેના લીધે રાજય સરકારે ઝુંબેશ સ્‍વરૂપે અભિયાન હાથ ધર્યુ છે. જેને બહોળો પ્રચાર-પ્રસાર કરી સાથ સહકાર આપવા અનુરોધ કર્યો હતો.
        પ્રારંભમાં જિલ્લા આર.સી.એચ. અધિકાર ડૉ.સુજીત પરમારે રસીકરણ અભિયાન અંગે માર્ગદર્શન આપ્‍યું હતું. સાથે તાલુકા હેલ્‍થ ઓફિસર ડૉ. ધવલ મહેતાએ ઉપસ્‍થિત તમામ મહાનુભાવોનું સ્‍વાગત પ્રવચન કરી આવકાર્યા હતાં.
        ઓરી અને રૂબેલા રસીકરણ અભિયાન દરમિયાન બાળકો, કિશોરીઓને લાયન્‍સ કલબ અને સ્‍નેહસેતું ટ્રસ્‍ટ ઘ્‍વારા ફ્રુડ તેમજ ફ્રુટનું વિતરણ કરાશે.

નવસારી જિલ્લા માં આરોગ્ય વિભાગ મોટા ભાગે ફાઈલો માં વધુ પડતો કામ કરતો હોય છે. જેથી કુપોષણ કે અન્ય રોગો ફકત રામ ભરોસે છે. મહિલાઓ માટે આ રોગ માટે કોઈ સુવિધા નથી. નવસારી જિલ્લા માં આરોગ્ય વિભાગ માં કાયદા કાનૂન કે અન્ય નો કોઈ સ્થાન નથી. અહિ ના નાગરિકો માટે આરોગ્ય વિભાગ પાસે આજે વર્ષોથી કોઈ સ્પેશિયલ તબીબ નથી . ફરિયાદ ક્યા અને કૌણે કરવો..અહિ જાયે જાયે જાયે કહાં …જેવો ઘાટ છે. સદર અભિયાન માં મીડિયાના મોટા ભાગ ની હાજરી ન રહેવો એનો પ્રત્યક્ષ પુરાવો છે. નવસારી જિલ્લા ના અરોગ્ય વિભાગ મીડિયા થી કાયમી ધોરણે દુર રહેવા પસંદ કરે છે.

Rate this

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share
WhatsApp chat