દક્ષિણ ગુજરાત વીજ કં. લી. નવસારી સબ ડીવીજન જલાલપોર આર.ટી.આઈ.૨૦૦૫ અને આરસીપીએસ૨૦૧૩ ના કાયદાથી મહેફુજ કે ………..?

દક્ષિણ ગુજરાત વીજ કં. લી. નવસારી સબ ડીવીજન જલાલપોર આર.ટી.આઈ.૨૦૦૫ અને આર.સી.પી.એસ ૨૦૧૩ ના કાયદાથી મહેફુજ કે ………..?

       ગુજરાત રાજ્યના ઐતિહાસિક અને સંસ્કારી નગરી નવસારી જિલ્લા માં દક્ષિણ ગુજરાત વીજ કં. લી. નવસારી શહેરના  સબ ડીવીજન જલાલપોરમાં આજે મા.અ.અ.૨૦૦૫ના ૧૩ વર્ષ પૂર્ણ થયા હોવા છતા આજ સુધી કાયદેસર પાલન કરવામાં આવેલ નથી. પર્યાવરણ અને માનવ અધિકાર સંસ્થા ના પ્રદેશ પ્રમુખ ને મળેલ ફરિયાદ માં રૂબરૂ નિરીક્ષણ માં દક્ષિણ ગુજરાત વીજ કં. લી. નવસારી સબ ડીવીજન જલાલપોર કચેરીના પર્દાફાસ થયેલ છે. નાયબ ઈજનેર પેટા વિભાગ કચેરી જલાલપોરના મુખ્ય અધિકારીશ્રીને  રૂબરૂ મુલાકાત માં એમની કચેરીમાં કોઈ ભારત સરકાર કે ગુજરાત સરકારના કાયદો લાગુ થતો નહિ હોય એવો જવાબ આપેલ છે. સદર કચેરી માં મા.અ.અ.૨૦૦૫ના કાયદેસર બોર્ડ લગાવેલ નથી. નાગરિક અધિકાર પત્ર કે જાહેર નાગરિકોના અધિકાર અધિનિયમ ૨૦૧૩ ના કાયદો એમની કચેરી માં લાગુ થતો ન હોય જેથી અમલવારી કરવામાં આવતો નથી. અને ફકત અધિકારીઓ અને કર્મચારીઓ ના નામોના જ બોર્ડ જોવા મળેલ હતા. સદર જાહેર માહિતી અધિકારી પાસે ફરજીયાત રાખવાનો પ્રો-એક્ટિવ ડિસ્ક્લોઝર નિયમ મુજબ એમની કચેરી માં ઓડિટ કરાવી રાખવાનો અલગ એમને ખબર જ નથી.જેથી ઉપરી અધિકારીઓ પાસે ફોન દ્વારા જાણકારી મેળવવાની ફરજ પડી હતી. અને સદર અધિકારી શ્રી ને સદર કાયદા નો જ્ઞાન ન હોય એવુ ન બને ..પરંતુ અહિ ફકત અરજદારો ને ગુમરાહ કરવામાં આવે છે  જેથી જવાબો આપવા કે અન્ય જરૂરી  નથી. સદર અધિકારી મુખ્ય અધિકારી તરીકે હોય જેથી મુખ્ય કચેરીથી ૩ થી ૫ કિલોમીટર માં રહેવો ફરજીયાત છે. અને રજાના દિવસે પરવાનગી વગર ગામ વહાર જઈ શકાય નહિ એવા કોઈ પણ કાયદો સદર દક્ષિણ ગુજરાત વીજ કં. લી. નવસારી સબ ડીવીજન જલાલપોરમાં લાગુ કરવામાં આવેલ નથી કે ખબર નથી .જેથી કાયદો ની અમલવારી થતી જ નથી. જાણકારો અને વિદ્વાનોના મંતવ્ય મુજબ દક્ષિણ ગુજરાત વીજ કં. લી. નવસારી સબ ડીવીજન જલાલપોર ના મુખ્ય ઈજનેર પણ જવાબદાર છે. હવે કાયદા મુજબ ગુજરાતની સંવધિત તમામ કચેરીઓ માં તપાસ અને કાર્યવાહી બાબત મોકલવામાં આવશે. સદર સમાચારની ગંભીરતા થી નોધ લઈ અને ગુજરાત સમૃદ્ધ અને વિકાસ સાથે પારદર્શી બને એના માટે તત્કાલ કાર્યવાહી કરવા અત્યંત જરૂરી છે.
 દક્ષિણ ગુજરાત વીજ કં. લી. નવસારી સબ ડીવીજન જલાલપોર આઈ.એસ.ઓ.૯૦૦૧ કેવી રીતે સર્ટીફાઈડ થયેલ છે.એ જાણવો અઘરૂ છે. હવે આઈ.એસ.ઓ.૯૦૦૧-૨૦૦૮ આપનાર ની કચેરી માં પુન: તપાસ માટે પર્યાવરણ અને માનવ અધિકાર સંસ્થા દ્વારા કાર્યવાહી કરવામાં આવશે. 
આજે ગુજરાતમાં  ભારત માં સૌથી મોઘા દરે વીજ દર વસુલ કરવામાં આવે છે.અને સરકાર અહિં ગરીબો ના બિલ માફ કરવા માટે બોર્ડ લગાવેલ છે. જમીની હકીકત માં અહિ અલગ થી ખેલ કરવામાં આવી રહ્યુ છે. અહિ અધિકારીઓ દ્વારા અસભ્ય વર્તન કરવામાં આવી રહ્યો ની ફરિયાદ થઈ રહી છે.જે ખરેખર દુર્ભાગ્યપૂર્ણ છે. હવે સંબધિત અધિકારીઓ તત્કાલ તપાસ કરી સંપૂર્ણ કચેરી કાયદેસર કરાવશે કે સહભાગીદાર થશે એ જોવાનુ બાકી રહ્યુ…..

Rate this

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share
WhatsApp chat