વિજલપોર નગરપાલિકાના ચિફ ઓફિસર દ્વારા ગાંધી રોડ બિલ્ડર ને આપેલ નોટિસ ફકત શોભાના ગાઠીયા સમાન કે અરજદાર ને ગુમરાહ કરવા માટે …..

વિજલપોર નગરપાલિકાના ચિફ ઓફિસર દ્વારા ગાંધી રોડ બિલ્ડરને આપેલ નોટિસ ફકત શોભાના ગાઠીયા સમાન કે અરજદારને ગુમરાહ કરવા માટે 
આજે નવસારી જિલ્લા માં વિજલપોર નગરપાલિકા દ્વારા થયેલ દરેક કામો શંકાસ્પદ હોય અને વારંવાર ભ્રષ્ટાચાર સાવિત થતુ હોય ત્યારે વિજલપોર નગરપાલિકા ના શાસન પ્રશાસન ને પોતાના કામો પ્રત્યે સંવેદનશીલ રહી કામો કરવો જોઈયે. પરંતુ વિજલપોર નગરપાલિકા પોતે જ નોટિસ આપી અમલવારી ન કરાવી પોતાના બુદ્ધિ ના પ્રદર્શન કરી રહી હોય એવો નજરે પડી રહી છે. વિજલપોર નગરપાલિકા માં વર્ષો થી મોટા ભાગે  સૌથી ઓછા ભાવે એક જ બિલ્ડરના કામો થઈ રહ્યા છે. અને દરેક કામો નગરપાલિકા દ્વારા આપેલ શર્તો મુતાવિક મળતો નથી.વારંવાર નોટિસ આપી નગરપાલિકાના અધિકારીઓ શું સાવિત કરવા માગે છે.એ આજે સમજવો અઘરૂ છે. હાલ માં જ નવસારી જિલ્લા માં બે બાઈક ચોર પકડાયા હતા અને એ કડિયા કામ ના મજુર હતા .એક તરફ સરકાર ના પ્રમુખ અધિકારીઓ કલેક્ટર શ્રી જાહેરનામુ આપે છે કે રાખેલ દરેક મજુરો કર્મચારીઓ ની વિગતવાર માહિતી નજીકના પોલિસ સ્ટેશન માં આપવો અને હવે દેશ ની જ્યારે સુરક્ષા નો સવાલ હોય ત્યારે દરેક અધિકારીઓ ની ફરજ માં આવે છે. કે એમની કચેરી માં કોઈ પણ મજુર હોય કે કર્મચારી સરકારશ્રીના કાયદા મુજબ સંવેદનશીલ રહી કામ કરવો જોઈએ.પરંતુ વિજલપોર નગરપાલિકા માં આજ સુધી પારદર્શિતા કે કાયદા કાનૂન જેવી કોઈ વસ્તુ જોવા મળતી નથી. હવે વિજલપોર નગરપાલિકાના નવો નિમણુંક શાસન પ્રસાસનના નેતાઓ અને અધિકારીઓ આપેલ નોટિસ જે આજે ૩૫ દિવસ પૂર્ણ થયેલ છે કાયદેસર એના ઉપર કાર્યવાહી કરી અને સદર રોડ બિલ્ડર જે સરકાર ના નીતિ નિયમો ના પાલન નહિ કરે એને નવસારી જિલ્લા ના સમાહર્તા પાસે ફરિયાદ કરી સંબધિત કચેરીઓ થી આપેલ તમામ પ્રકારના પરવાનગી બાકાત કરે એ આજે અત્યંત જરૂરી અને સમય ની માંગ છે.
Rate this

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share
WhatsApp chat