નવસારી જિલ્લાના વિજલપોર નગરપાલિકા માં પાણીનો સંકટ ભ્રષ્ટાચારનો પરિણામ કે ષડયંત્ર… જવાબદાર કૌણ…..?

વિજલપોર નગરપાલિકા માં પાણી નો સંકટ એક ભ્રષ્ટાચારનો પરિણામ કે ષડયંત્ર……..

  આજે વિજલપોર નગરપાલિકા માં વર્ષો થી ભ્રષ્ટાચાર ચરમસીમા પર વિરાજમાન છે. કાયદા કાનૂનનો અહીં  પ્રવેશ ઉપર પ્રતિબંધ મુકવામાં આવેલ છે.  અહિં દરેક કામો માં ભ્રષ્ટાચાર  વગર કામ કરાવવા માટે કોઈ જવાબ દાર અધિકારી જ નથી. કરોડો રૂપિયા ના ભ્રષ્ટાચાર સમાચાર પત્રો માં પર્દાફાશ કરવામાં આવી રહ્યા છે. નવસારી જિલ્લામાં સમાચારો માં આવતા અહેવાલ ની તપાસ માટે કોઈ  વિભાગ કે કાર્યવાહી માટે અધિકારી નથી. માહિતી અધિકાર અધિનિયમ કે નાગરિક અધિકાર અધિનિયમ  નવસારી જિલ્લા માં લાગુ કરાવવા માટે કોઈ જવાબદાર અધિકારી નથી. જે એક આરટીઆઈ દ્વારા સાવિત થયુ છે. શૈક્ષણિક લાયકાત અને અનુભવી અધિકારીઓની અહીં નવસારી જિલ્લામાં સરકારને પણ જરૂર નથી . જેથી ભ્રષ્ટાચાર સ્વીકાર નહીં કરનાર અધિકારીઓની તત્કાલ બદલી કરી દેવામાં આવે છે.ચન્દ સફેદપોશ ઉદ્યોગપતિઓની ગુલામી માં નવસારી જિલ્લા ગુલામ બન્યું છે.  નવસારી જિલ્લામાં કાયદેસર અધિકારીઓ ની જરૂર નહિવત જોવા મળી રહ્યો છે. નવસારી જિલ્લા આજે ફકત એક ટ્રેનિગ સેન્ટર તરીકે વર્ષો થી સેવા આપી રહ્યો છે. પરમોટેડ અધિકારીઓ અને ટ્રેનિંગ માટે નવસારી જિલ્લાના ધરતી ત્રાહિમામ થઈ આજે વર્ષો થી કાયદેસર ના અધિકારીઓ માટે તરસી ગઈ હોય જે થી પાણી પણ જવાબ આપી દીધો હોય અને નિચલા સ્તરે જતા રહ્યો છે.       વિજલપોર નગરપાલિકા માં અંબિકા ડિવિઝન પાસે એક સામાન્ય પ્રકૃયા પછી તત્કાલ મીઠું પાણી મળી શકે છે. અને પાણી જેવી જીવન જરૂરિયાત સુવિધા માટે નવસારી જીલ્લાના કોઈ પણ અધિકારી ના પાડી શકે નહીં. કોઇ પણ અધિકારી પાસે સરકાર એવી કોઈ સત્તા આપી નથી. અને કોઈ ન પાડતો પણ નથી. નવસારી જિલ્લામાં જ્યારે ગૈરકાયદેસર તમામ કામો ને સરકારી અધિકારીઓ આખ બંદ કરી સહિ કરી દેતા હોય ત્યારે પાણી જેવી ધાર્મિક અને પવિત્ર પ્રાથમિક સુવિધા માટે એક પણ સેકન્ડ મોડુ કરશે નહીં. નવસારી નગરપાલિકામાં  પાણી ના જ 28 કરોડ મોટી રકમ અંબિકા ડિવીઝન માં ભરેલ નથી. અને સંબધિત અધિકારી શ્રી એની સામે પગલા લેવા બદલે બોલવાની પણ જ્યારે હિમ્મત નહીં ધરાવતા હોય ત્યારે વિજલપોર નગરપાલિકા માટે કોઈ પણ સંજોગોમાં પાણી પીવા માટે ન પાડી શકે નહીં. જાગૃત નાગરિકો દ્વારા મળેલ માહિતી મુજબ પાણી નો સંકટ મહજ એક ષડયંત્ર છે. વિદ્વાનો અને જાણકારોના ના મંતવ્ય મુજબ પાણી ની પ્રાથમિક સુવિધા માટે જિલ્લા મ્યુનિસિપલ ઓફિસરશ્રી, જિલ્લા કલેકટર અને હાલ માં જ નવનિયુક્ત પ્રાદેશિક કમિશનર  શ્રી અમિત અરોરા સાહેબ તત્કાલ સમાચારની ગંભીરતા થી નોધ લઈ સદર બાબતે તપાસ કરી પોતે નાગરિકો ને પીવા લાયક પાણી માટે કાર્યવાહી કરી પાણી પીવા લાયક અપાવવુ જોઈએ. અને એવી ગંભીર બાબતો અને પ્રાથમિક સુવિધાઓ માટે સદર અધિકારીઓ પાસે એક વિશેષ સત્તા હોય છે. જેના અન્વયે  કોઈ પણ બચ્ચે દખલગીરી કરી શકે નહીં. હવે નવસારી જિલ્લાના વિજલપોર નગરપાલિકાના નાગરિકો જે ખાસ કરીને ગરીબી રેખા ની તદન નીચલી ઉતરતી હાલતમાં જીવી રહ્યા છે. એવા ગરીબ દલિત શોષિત મજુર જેની પાસે પાણી લેવા માટે રૂપિયા નથી એવા ભાઈ બહેનો એક આસ માં જીવી રહી છે કે નવસારી જિલ્લાના સમાહર્તા એક નજર કોઇ ન કોઇ દિવસ જરૂર નાખશે . અને  એ દિવસ જ પાણી મળી જશે. હવે નવસારી જિલ્લા ના કલેકટર શ્રી મોડિયા સાહેબ મળેલ સત્તા અને રૂ સાથે કૂદરતી ન્યાય ના સિદ્ધાંત મુજબ તત્કાલ કાર્યવાહી કરે એ આજે અત્યંત જરૂરી અને સમય ની માંગ છે.

Rate this

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share
WhatsApp chat