નવસારી સિવિલ હોસ્પિટલ માં તબીબી સેવા શોભાના ગાઠીયા સમાન ….જવાબદાર કૌણ….?

    નવસારી સિવિલ હોસ્પિટલ માં તબીબી સેવા શોભાના ગાઠીયા સમાન ….જવાબદાર કૌણ….?

              નવસારી જિલ્લા માં ગરીબ દલિત શોષિત સામાન્ય વર્ગ ના નાગરિકો ને તબીબી સેવા પાડનાર સંપૂર્ણ સુવિધાઓ થી લબાલબ જેમા હાલ માં જ સરકાર નવી બિલ્ડિંગ માટે કરોડો રૂપિયા ખર્ચ કરેલ છે. ખરેખર જોવા જઈએ ત્યારે સરકાર દ્વારા સારા માં સારી સુવિધાઓ માટે વિલ્ડિંગ બનાવા માટે કરોડો રૂપિયા ખર્ચ કરેલ છે.પરંતુ આજે જમીની હકીકત માં નવસારી સિવિલ માં તબીબી સેવા પાડનાર તબીબો જ નથી. સિવિલ હોસ્પીટલ દર્દીઓ થી ભરેલ છે. દર્દીઓ ની સંખ્યા સામે તબીબો ની અછત જોવા આજે સરકાર જનસંખ્યા નિયંત્રણ ના બદલે જનસંખ્યા નાબુદી અભિયાન ચલાવી હોય એવુ નજરે પડે છે. 
        તારીખ ૦૨/૦૬/૨૦૧૮ના રોજ વાસદા પાસે એક કાર નો જબરદસ્ત એક્સીડેંટ થતા વાસદા કોટેજ હોસ્પિટલ માં ખસેડતા ખબર પડી કે ત્યાં કોઈ એક્સરે કે અન્ય સુવિધાઓ ન હોય જેથી રાત્રે ૧૧:૪૫ નવસારી સિવિલ હોસ્પીટલ માં ખસેડવા માં આવ્યો અને અહિં નવસારી સિવિલ હોસ્પીટલ માં પર્યાવરણ અને માનવ અધિકાર સંસ્થા ના ગુજરાત પ્રદેશ પ્રમુખ દ્વારા તારીખ ૦૩/૦૬/૨૦૧૮ ના રોજ સાંજે ૬:૦૦ કલાકે રૂબરૂ તપાસ કરતા નવસારી સિવિલ હોસ્પીટલ માં કોઈ તબીબ ન હોય જેથી એકસરે કરી શકાય નહિ. એક ૧૦ વર્ષ ની બાળકી જેની હાલત ગંભીર છે એમનો એક્સીડેંટ દરમ્યાન બે દાંત ટુટી ગયા છે.અજુ સુધી ઉલ્ટી ચાલુ છે.પરંતુ એક સામાન્ય તબીબ ન હોય ત્યારે ઈમરજેંસી માં આપેલ સારવાર જ ચાલુ છે. હાજર સ્ટાફ ને પૂછતા કહેવામાં આવ્યુ કે ઓવેરન ઈંજેક્સન આપેલ છે .ગંભીર પરિસ્થિતિ જ્યાં સુધી ન થાય ત્યાં સુધી રાહ જોઈ પડે. નવસારી સિવિલ હોસ્પીટલ માં એમ પણ કોઈ બાળ રોગ તબીબ નથી. નવસારી સિવિલ ના સિવિલ સર્જન શ્રી રવીવાર ના દિવસ હોય જેથી ટેલિફોનિક સંપર્ક માં વારંવાર મોબાઈલ થી સંપર્ક કરતા જોડાયા નહિ. 
ગુજરાત સરકાર પહેલા ૪૮ કલાક માં પચાસ હજાર રૂપિયા ના જાહેરનામુ કરી રહી છે.અને ઈમરજેંસી અકસ્માત માં થયેલ ગંભીર ઈજા ગ્રસ્ત માટે સરકારશ્રી ના જ અધિકારીઓ તબીબો જવાબદારી લેતા નથી. ત્યારે નવસારી સિવિલ હોસ્પીટલ આજે રામ ભરોસે ચાલી રહી છે. કરોડો રૂપિયા ના બિલ્ડિંગ માં આજે દર્દીઓ ત્રાહિમામ જોવા મળી રહ્યા છે. નવસારી જિલ્લા કલેક્ટર શ્રી સાથે સંબધિત અધિકારીઓ ઉપરોક્ત બાબતે ગંભીરતા થી નોધ લઈ તત્કાલ તબીબો ની અછત પુરી નહિ થાય ત્યાં સુધી કોઈ વૈકલ્પિક વ્યવ્સ્થા પુરી પાડે એ અત્યંત જરૂરી અને સમય ની માંગ છે.
Rate this

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share
WhatsApp chat