વલસાડ વન વિભાગ માં જંગલરાજ RTI 2005 અને RCPS 2013 અમલવારી કરાવવા માટે જવાબદાર કૌણ….?

ગુજરાત ના સમૃદ્ધ જિલ્લા વલસાડ ના વન વિભાગ માં આજે 13 વર્ષ પૂર્ણ થતા RTI 2005 ના અને પાંચ વર્ષ પછી RCPS 2013  ની અમલીકરણ માટે કોઈ જવાબ દાર અધિકારી નથી. લોકરક્ષક અને પર્યાવરણ માનવ અધિકાર સંસ્થા ના ગુજરાત પ્રદેશ પ્રમુખ દ્વારા 26/12/2017 ના રોજ કાયદેસર માંગવામા આવેલ  માહિતી નો જવાબ માટે વલસાડ જિલ્લામાં કોઇ પણ અધિકારી જવાબદારી લેવા તૈયાર નથી. રૂબરૂ મુલાકાત માં હાજર અધિકારીઓ એક બીજા ઉપર આછેપો મુકતા જોવા મળ્યો હતો. કચેરી માં ગેરકાયદેસર એરકન્ડિશન ની ફરિયાદ એક જાગૃત નાગરિક દ્વારા કરવામાં આવેલ છે. અને કચેરી ખાતે લગાવેલ તમામ એરકન્ડિશન દાન માં કેમ મળ્યો છે. એ દાન આપનાર ના નામો પોતે જાહેર કરી રહ્યા છે. હવે ગેરકાયદે સર એર કંડીશન નો વીજ બિલ કૌણ ભરી રહ્યા છે… સરકાર ના કાયદા મુજબ સદર દાનદાતાઓ ફકત એજ કચેરી માં જ દાન કર્યો છે કે અન્ય કચેરી ઓ માં પણ દાન કરી છે.હવે ટુંક સમય માં ગુજરાત તકેદારી આયોગ કમિશનર ની કચેરી દ્વારા તપાસ કરવા માટે માહિતી જાણવા મળેલ  છે. આજે વલસાડ જિલ્લામાં વન વિભાગ માં કાયદા કાનૂન નો નહિ જંગલ રાજ ચાલી રહ્યો હોય એવી ચર્ચા ચાલી રહી છે. હવે ઉચ્ચ સ્તરીય તપાસ માટે ગાંધી નગર ની કચેરી દ્વારા તપાસ કરશે ખરા એની રાહ જોવાઈ રહી છે……

Rate this

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share
WhatsApp chat