વિજલપોર નગરપાલિકા માં પ્રાથમિક સુવિધાઓ ની અછત ..3 કરોડ 56 લાખ નો ખર્ચ …જવાબદાર કૌણ….?

વિજલપોર નગરપાલિકા માં પ્રાથમિક સુવિધાઓ ની અછત  ..3 કરોડ 56 લાખ નો રોડ  ખર્ચ …
જવાબદાર કૌણ….?
    આજે વિજલપોર નગરપાલિકા માં પ્રાથમિક સુવિધાઓ ની ભારી અછત છે. પીવા લાયક પાણી પણ વિજલપોર નગરપાલિકા આપી શકતી નથી. અહીં દર રોજ લાખો રૂપિયા નો ગેરકાયદેસર પાણી ના વેપાર થઇ રહ્યો છે. જાબાજ વિદ્વાન નેતાઓ જેને વિજલપોર ના રહીશોએ ચુંટાઈ ને  હોદ્દો આપી  હવે કોઈ નજરે નથી પડતા. નવસારી નગરપાલિકા પાસે થી પાણી માટે લાઈન માં વર્ષો થી રાહ જોઇ રહ્યા છે. કદાચ વિજલપોર નગર પાલિકા ના નેતાઓ ને ખબર નથી કે  નવસારી નગરપાલિકા પોતે નાગરિકો પાસે પાણી વેરા ઉઘરાવી  ને  ઈમાનદાર  તરીકે આજે અંબિકા ડિવિઝન ને પાણી ના બિલ ભરતી નથી. આજે નવસારી નગર પાલિકા 28 કરોડ થી વધુ પાણી ના બિલ ભરેલી નથી. અંબિકા ડિવીજન કાયદેસર ગમે ત્યારે પાણી પુરવઠો બંધ કરી શકે છે. અને નવસારી નગરપાલિકા મળેલ માહિતી મુજબ  વિજલપોર નગરપાલિકા પાસે 6માસ ના એડવાન્સ માગે છે. કાયદા મુજબ એમની પાસે કોઈ હક નથી. વિજલપોર નગરપાલિકા માં નવી  ગટર લાઈન   માં કરોડો રૂપિયા ના ભ્રષ્ટાચાર થયા .મોટા ભાગ ના રસ્તાઓ ટૂટી ગયા. આજે પણ કરોડો ખર્ચ થયા અને ગટર લાઈન પહેલા કરતા વધુ ખરાબ છે. એનો ખર્ચ કૌણ આપશે ?  સારા માં સારું બ્લોક  કાઢી ને ફકત સરકાર ને દેવામાં મુકવા માટે ષડયંત્ર અહીં  એક અભિયાન તરીકે ચલાવતા હોય ઍવુ જોવામાં આવી રહ્યો છે. વિજલપોર નગરપાલિકા માં 5  માંળ ની વિલ્ડિગો ને પરવાનગી આપવામા આવી …ફાયર ફાઈટર  માટે 5  માંળ સુધી આગ ઓલવી શકે એવા ફાયર ફાઈટર ખરૂ…? આજે નવસારી નગરપાલિકા માં ભ્રષ્ટાચાર ચરમસીમા ઉપર છે. વિજલપોર નગરપાલિકા માં પહેલા પાયા ની સુવિધાઓ પુુુરી પાડવા જોઈએ.  નાગરિકો ની સુરક્ષા માટે  જવાબદાર કૌણ છે. એના માટે ફંડ નથી.  વિજલપોર નગરપાલિકા ના વિદ્વાનો ને નજરે કે વહીવટી મંજુરી આપનાર અધિકારીઓ  ને નજરે કેમ નથી આવતુ.   આજે વર્ષો થી વિજલપોર નગરપાલિકા ના હદ વિસ્તારમાં  તબીબી વિભાગ   નાગરિકો ના સ્વાસ્થ્ય માટે એક કાયદેસર  સરકારી કે નગરપાલિકા સંચાલિત દવાખાનું નથી.  આરોગ્ય વિભાગ ના નવા નિશાળિયાઓ ને મુકી આરોગ્ય સાથે રમત રમાઈ રહી છે. શું એ ની જરૂર નથી..? શિક્ષણ વિભાગ વિજલપોર નગર પાલિકા માં અદૃશ્ય છે..? મહિલાઓ ના શશક્તિ કરણ માટે વિજલપોર નગરપાલિકા  શું કામ કરી ..?  વિજલપોર શહેર આજે બદનામ  છે.. જાણકાર અને વિદ્વાનો સાથે નાગરિકો દ્વારા મળેલ અહેવાલ મુજબ  વિજલપોર નગરપાલિકા માં આજે પાયા ની સુવિધાઓ ને ખાસ જરૂર છે. અને વિજલપોર માં જે રોડ આજે સારા માં સારું છે .જેને રિપેર કરવાની પણ જરૂર નથી. એવા રસ્તાઓ ને ફરી થી નવો બનાવી ને સરકાર ના નાણાં જે ગરીબ દલિત શોષિત ખેડૂત મજુર  અને નાગરિકો ની મહેનત મસક્કત અને ખૂન પસીના ના છે. ગુજરાત સરકાર પાસે નોટ છાપવાની મસીન નથી જે ગમે તેમ વાપરવા.. ગુજરાત માં જળ સંચય અભિયાન ચાલી રહ્યો છે. વિજલપોર નગરપાલિકા હદ વિસ્તારમાં તળાવમાં બરસાદ ના પાણી લાવવા માટે કોઈ રસ્તો નથી .ફકત તળાવ ઉડા કરવાનો શું ફાયદો.. બરસાદ ના પાણી તળાવ સુધી કેવી રીતે આવશે એની કોઈ યોજના ખરી…? એનો જવાબ આપવા અહી કોઈ અધિકારી નથી. વિજલપોર નગરપાલિકા માં વર્ષો થી કાયદેસર શૈક્ષણિક લાયકાત ધરાવતા સરકાર ના પરિપત્ર મુજબ એક પણ અધિકારી નથી… ગુજરાત સરકાર ના સંબધિત અધિકારીઓ ને પહેલા કોઈ પણ યોજના ના સંચાલન પહેલાં ધ્યાન રાખવું જોઈએ કે કરશે કૌણ..?
નવસારી જિલ્લાના સમાહર્તા તરીકે કલેકટર શ્રી તત્કાલ ફરી થી સમીક્ષા કરાવી ખોટી રીતે વિનજરુરિયાત રોડ બનાવતા અટકાવી પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવા માટે નાણા ના સદુપયોગ કરવા માર્ગદર્શન આપે એ જરૂરી બન્યું છે.  જાણકારો અને સૂત્રો દ્વારા મળેલ માહિતી મુજબ ઉપરોક્ત  વિનજરુરિ કામો ને તત્કાલ બંદ કરવામાં નહિ આવે ત્યારે વિજલપોર નગરપાલિકા માં કરેલા કામો અને પાયા ની જરુરિયાત  માં  શાશન પ્રશાશન ની મિલીભગત નો પર્દાફાશ કરવા સાથે ઉચ્ચ સ્તરીય ન્યાયિક જાચ કરવામાં આવશે.એવી ચર્ચા ચાલી રહી છે. 
Rate this

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share
WhatsApp chat