નવસારી જિલ્લા મ્યુનિસ્પલ ઓફિસરના હુકમ નો અનાદર…. જવાબદાર કૌણ …..?

         નવસારી જિલ્લા મ્યુનિસ્પલ ઓફિસરના હુકમ નો અનાદર કરતા નવસારી જિલ્લાના તમામ નગરપાલિકાઓ ના ચિફ ઓફિસરશ્રીઓ …….. ! પોતાના હુકમના પાલન ન કરાવી શકનાર ડી.એમ.ઓ.ની જરૂર ખરી…..?

આજે  વિશ્વ માં માહિતી અધિકાર અધિનિયમ ૨૦૦૫ના નિયમો વર્ષ ૧૯૭૨ થી શરૂવાત થઈ અને ભારત મા આવતા સદી પૂરી થઈ અને છેલ્લે વર્ષ ૨૦૦૫ માં લાગુ કરવામાં આવી અને ભારતના સૌથી વિકાસ પ્રદેશ સમૃદ્ધ પ્રદેશ પારદર્શી પ્રદેશના નામે ઓળખાતા ગુજરાત માં કાયદેસર અમલવારી કરવામાં આવતુ નથી. જે ખરેખર દુરભાગ્ય પૂર્ણ અને શરમ જનક છે. સરકાર પોતે જ વિકાસ અને પર્દર્શિતાના ગીતો વગાણી રહી છે. એમના જ પ્રશાશનિક અધિકારીઓ કાયદા કાનૂનના ધજાગરા ઉડાવી રહ્યા છે.નવસારી જિલ્લા માં નગરપાલિકાઓ ને સરકાર ઈનામો અને પ્રમાણ પત્ર આપી રહી છે. નવસારી જિલ્લા માં નગરપાલિકાઓ ના નિયંત્રણ અધિકારી તરીકે વર્ષ ૨૦૧૩ માં વર્ગ ૧ ના અધિકારી ની નિમણુંક કરવામાં આવી. સરકાર ના હેતુ વિકાસ માટે સારૂ ગણાય પણ અહિં નવસારી જિલ્લાના જિલ્લા મ્યુનિસ્પલ ઓફિસર શ્રી દ્વારા  માહિતી અધિકાર અધિનિયમ ૨૦૦૫ હેઠળ જાહેર સેવા અંગે નાગરિકો ના અધિકાર અધિનિયમ ૨૦૧૩ ના અમલવારી માટે જન હિત અને ભ્રષ્ટાચાર વિરોધી કાયદા ની માહિતીઓ માગવામાં આવેલ હતી અને અમલવારી કરવા માટે હુકમ પણ કરેલ છે. પણ સદર જિલ્લા મ્યુનિસપલ ઓફિસર શ્રી ના હુકમ ના અનાદર કરતા અધિકારીઓ ના કોઈ પણ ફર્ક નજરે નથી પડતો. અને હુકમો ને કોઈ પણ કાયદેસર શૈક્ષણિક લાયકાત વગર રહમ રાહે નિમણુંક કરેલ ચિફ ઓફિસરો પાલન નથી કરતા ત્યારે ખરેખર કાયદેસર ના અધિકારીઓ હોય ….. ?
નવસારી જિલ્લા ના જાગૃત અને જાણકારો ના મંતવ્ય મુજબ કાયદા ના પાલન કરાવવા માટે અને કાયદેસર કામ કરવા માટે જ સદર અધિકારીશ્રી ને નિમણુંક કરવા માં આવેલ છે. અને સદર અધિકારી શ્રી પોતે સબ ડિવિઝનલ મજિસ્ટ્રેટ તરીકે એક પ્રાંત અધિકારી તરીકે પણ ફરજ બજાવી રહ્યા છે. એજ હાલાત એમની કચેરી અને તાબા હેઠળના મામલતદાર શ્રી ની છે.અને સદર અધિકારીશ્રી પોતે કોઈ પણ કાયદાનો પાલન કરે છે..? એમની કચેરી માં આજ સુધી એક બોર્ડ લગાવી શક્યા નથી.  આજે સદર અધિકારીશ્રીને કોઈ પણ તાબા હેઠળ ના અધિકારીઓ ગાંઠતા જ નથી. હવે સરકાર શ્રી ની વિકાસ લક્ષી યોજનાઓ માં એવા અધિકારીશ્રીની જરૂર ખરી…?

નવસારી જિલ્લા માં તમામ નગરપાલિકાઓ માં ભ્રષ્ટાચાર ચરમ સીમા પર છે.અને નવસારી જિલ્લા મ્યુનિસપલ ઓફિસર શ્રી આજ સુધી કોઈ પણ કાયદેસર કાર્યવાહી કરી શકતા નથી. ગુજરાત તકેદારી કમિશ્નર શ્રી ની તપાસ માં આજ સુધી કોઈ કાર્યવાહી થયેલ નથી. આર.સી.પી.એસ એક્ટ ૨૦૧૩ ના અમલવારી કરાવવામાં નવસારી જિલ્લા મ્યુનિસપલ ઓફિસર ની ભુમિકા શંકાસ્પદ થયેલ છે. ગેરકાયદેસર બાંધકામો અને રસ્તાઓ નવા નવા બનાવી ખોટા ખર્ચો સારા માં સારૂ બ્લોક કાઢી નવો બ્લોક લગાડવા વગેરે તમામ વહીવટી કામો થી આજે નાગરિકો ત્રાહિમામ જોવા મળી રહ્યા છે. અને અધિકારીઓ એરકંડીશન થી વહાર જવા તૈયાર નથી.હવે જાયે તો જાયે કહાં….
Rate this

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share
WhatsApp chat