વિજલપોર નગરપાલિકા માં ઐતિહાસિક કામગીરી કાબીલે તારીફ કે …….? હમ કિસી સે કમ નહી …અબ મેરી બારી…..!

નવસારી જિલ્લા માં વિજલપોર નગરપાલિકા માં કાયમી ધોરણે નવી નવી ટેકનોલોજી અપનાવી રહ્યા છે. પહેલા નવી ગટર લાઇન બનાવી. કરોડો રૂપિયા ખર્ચ થયો. પરંતુ કમનસીબે આજે વર્ષો પછી પણ કામ બંધ છે. જુની લાઇન થી કામ ચાલી રહ્યું છે.  એલ ઇ ડી માં લાખો રૂપિયા ખર્ચ થયો. નાના બાળકો માટે બાગ બનાવમાં આવ્યો જેમાં એક બાળક ની મૌત માં ગુનેગાર ની તપાસ ચાલી રહી છે. 
વિજલપોર નગરપાલિકા માં વિવિધ સરકારી યોજનાઓ માં કરોડો રૂપિયા કાયદેસર ખર્ચ કરવામાં આવે છે . પરંતુ વિજલપોર નગરપાલિકા ના નાગરિકો ને લાભ કઈ પણ ટુંક સમય માટે જ મળે છે.  ચિફ ઓફિસર માટે વિજલપોર નગરપાલિકા માં વર્ષો થી અછત છે. આજે વિજલપોર નગરપાલિકા માં ઇંજીનીયરો ની જ ભરમાર છે.  છતાં વિજલપોર નગરપાલિકા માં કોઈ પણ ડામર રોડ હોય કે આરસીસી ચોમાસું  આવે ત્યારે જ એની હાલત બગડી જાય છે.  ઠેર ઠેર બિનઅધિકૃત સ્થળે પણ સારો બ્લોક કાઢી નવો બ્લેક લગાડવામાં આવેલ છે.  જમીન માં પાણી પચવા માટે  જગ્યા નથી .જેથી ધીમે ધીમે જલ સ્તર તદ્દન ઓછુ થવા લાગ્યો છે.

વિજલપોર નગરપાલિકા માં આશાપુરી મંદિર પાછળ ના ભાગે ડામર રોડ હાલ માં નવસારી ખાતે તમામ ડામર રોડો થી સારી સ્થિતિ માં છે. હવે મળેલ માહિતી મુજબ 60 લાખ ના ખર્ચે આરસીસી રોડ બનાવી પાણી ભરવાની  સમસ્યા નો ઉકેલ લાવશે.
         જાણકારો અને વિદ્વાનો ના મંતવ્યો મુજબ પાણી ભરવાની સમસ્યા ચોમાસા ના પાણી નો નિકાસ કરવાથી થાય છે.  રોડ ઉંચો કરવા કે નવો આરસીસી થી થતો નથી.
વિજલપોર નગરપાલિકા માં શિવાજી ચોક ની ચારેય બાજુ કે વિજલપોર નગરપાલિકા ના મોટા ભાગના વિસ્તારો માં જ નહિ કાયમી ધોરણે આજે ગટર ભરાઈ રહી છે. કરોડો રૂપિયા કાયદેસર ખર્ચ કરવામાં આવેલ છે. છતાં કાયદેસર અધિકારીઓ ની અછત હોવાથી નવી નવી ટેકનોલોજી અપનાવી રહ્યા છે. જેના નાગરિકો ના હિત સાથે કોઈ લેવા દેવા નથી. 
આ સમાચાર ની ગંભીરતાથી નોંઘ લઈ નવસારી જિલ્લા કલેક્ટર શ્રી તત્કાલ કાયદેસર કાર્યવાહી કરશે એની આજે ચર્ચા ચાલી રહી છે. 

Rate this

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share
WhatsApp chat