નવસારી જિલ્લા માં નવસારી તાલુકા આરોગ્ય વિભાગની પ્રશંશનીય કામગીરી કબીલે તારીફ કે………..!


 નવસારી જિલ્લા માં નવસારી તાલુકા આરોગ્ય વિભાગની પ્રશંશનીય કામગીરી 
કબીલે તારીફ કે………..!
     નવસારી જિલ્લા માં આરોગ્ય વિભાગમાં  જિલ્લા દર વર્ષે સરકાર કરોડો રૂપિયા વિવિધ યોજનાઓ હેઠળ ગરીબ,દલિત શોશિત અને મધ્યમ વર્ગ ના સ્વાસ્થ્ય માટે ખર્ચે છે.સરકાર ના મુખ્ય હેતુ ખર્ચવા માટે આમ અને ગરીબ વર્ગો માટે સારૂ સ્વાસ્થ જણવાઈ રહે .પરંતુ અહિ જમીની હકીકત માં નવસારી જિલ્લા માં આરોગ્ય વિભાગમાં  કઈ જુદુ જોવા મળી રહ્યુ છે.સરકાર અહિં તબીબી ક્ષેત્રે સારા માં સારુ શૈક્ષણિક લાયકાત ધરાવતા એમબીબીએસ  તબીબો ને  કાયદેસર  નિમણુંક કરી સારા માં સારુ વેતન અને તમામ સુવિધાઓ આપી રહી છે, અહિં નવસારી જિલ્લા માં આજે જનરલ સર્જનની વર્ષો થી અછત છે.હવે સામાન્ય અને ગરીબ વર્ગો માટે અહિં ફકત નવસારી સિવિલ જ એક માત્ર સહારો છે.અને તપાસ કરતા નવસારી સિવિલ હોસ્પીટલ માં પણ જનરલ સર્જન કે સ્પેશિયલિસ્ટ તબીબોની ભારી અછત છે.જેના માટે અહિ નાગરિકો ના સ્વાસ્થય રામ ભરોસે છે.
          નવસારી જિલ્લા કલેક્ટર કચેરી માં  જાહેર માહિતી અધિકારી શ્રી પાસે પર્યાવરણ માનવ અધિકાર અને લોકરક્ષક સમાચાર દ્વારા નવસારી જિલ્લા માં જન હિત થી સંકળાયેલ જાહેર સેવાઓ અંગે નાગરિક અધિકાર અધિનિયમ ૨૦૧૩ ની અમલવારી અને નિયમ મુજબ થતી કાર્યવાહી સાથે છેલ્લા બે વર્ષ દરમ્યાન થયેલ કામગીરી ની માહિતી મા.અ.અ.૨૦૦૫ના નિયમ મુજબ રૂપિયા ૨૦/- ના નોન જ્યુડિશિયલ સ્ટેમ્પ ચોટાડી ગુજરાતી ભાષા માં દરેક ને વંચાય એવા સ્પષ્ટ ટાઈપ કરી કલેક્ટર નવસારી ને સંબોધી તા.૨૬/૧૨/૨૦૧૭ના રોજ માગેલ હતી અને નવસારી કલેકટર શ્રી એ તાબા હેઠણ ની તમામ કચેરીઓ અને તેમજ જિલ્લા વિકાસ અધિકારી શ્રી એમની તાબા હેઠળ ની કચેરી અને નવસારી જિલ્લા આરોગ્ય વિભાગ ની તાબા હેઠળ ની કચેરી માં તબ્દીલ કરેલ છે.દુર્ભાગ્ય વશ એમા નવસારી તાલુકા વિભાગ ની કચેરી માં સદર અરજી તબ્દીલ થયેલ છે.
          નવસારી તાલુકા અરોગ્ય વિભાગની કચેરીના મુખ્ય અધિકારી શ્રી જે જાતે એક અનુભવી અને કાયદેસર શૈક્ષણિક લાયકાત તબીબ પણ રહી ચુક્યા છે. હવે નવસારી તાલુકા અરોગ્ય વિભાગના મુખ્ય અધિકારી શ્રી એક જાહેર માહિતી અધિકારી જે માહિતીઓ અરજદાર ને મોકલેલ છે એ ખરેખર પ્રશંશનીય અને કાબીલે તારીફ છે. એમનુ જવાબ થી જ સ્પષ્ટ સાવિત થઈ રહ્યા છે કે એમને જાહેર સેવાઓ અંગે નાગરિક અધિકાર અધિનિયમ ૨૦૧૩ બારામાં કશુ જ ખબર નથી.અને માહિતી માટે સરકાર શ્રીના પરિપત્ર કે નમુના પણ એમની કચેરી માં ઉપલબ્ધ નથી. સદર માહિતી ના મુદ્દા માં કચેરી ખાતે લગાવેલ બોર્ડ ની છે .જે એમની કચેરી માં આજ સુધી લગાવેલ નથી. જવાબ હાથ થી લખેલ છે જે સ્પષ્ટ સાવિત થાય છે કે સરકાર ડિજિટલ ઈંડિયા તરફ જઈ રહી છે.અને આજે પણ એમની કચેરી માં હાથ થી લખી ને જવાબ આપવામાં આવે છે.હવે સમાચાર ની ગંભીરતા થી નોધ લઈ સરકાર શ્રી અને સંબધિત અધિકારીશ્રીઓ તત્કાલ કાયદેસર કાર્યવાહી કરશે કે અન્યો ના જેમ પોતાનુ નામ ગાંધીનગર ખાતે સાથે તમામ કચેરીઓ માં નોધાવશે એ જોવાનુ બાકી રહ્યુ.
               પુરાવા સ્વરૂપે નવસારીઆરોગ્ય વિભાગના મુખ્યઅધિકારી શ્રી દ્વારા આપેલ નકલ માં જોઈ શકાય છે…..

Rate this

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share
WhatsApp chat