નવસારી જિલ્લા માં નવસારી પ્રાંત કચેરી ની પ્રશંસનીય કામગીરી કાબીલે તારીફ કે……………?

આજે ગુજરાત રાજ્ય સરકાર વિકાસ સમૃદ્ધિ પારદર્શિતા માટે વિશ્વ વિખ્યાત છે.અને સરકાર ના સામાન્ય થી  સર્વોચ્ચ શાશન પ્રશાસન સાથે મહાનાયક નેતાઓ અભિનેતાઑ ગુજરાત ની ગીતો ગાઈ રહ્યો છે.
પરંતુ જમીની હકીકત માં કઈક જુદુ જ છે.
નવસારી જિલ્લા માં જાહેર સેવાઓ અંગેનો નાગરિક  અધિકાર અધિનિયમ 2013 આજે પાંચ વર્ષ પૂર્ણ થતા કોઈ પણ અધિકારીઓ ને અમલવારી કરવાની બાત તો અલગ કાયદેસર ખબર જ નથી. અને એ બધા નો પુરાવો એમની કચેરીઓ માં એક બોર્ડ લગાડવામાં આવેલ નથી. અને માહિતી અધિકાર અધિનિયમ 2005 દ્વારા માંગેલ માહિતી મા આપેલ જવાબ થી જોઈ શકાય છે. 
નવસારી જિલ્લા માં નવસારી પ્રાંત કચેરી ની હાલત થોડી અલગ જ છે. પહેલા તો નિરીક્ષણ કરવા ની માહિતી નિરીક્ષણ કરવા પહેલાં નાણા ભરવાની ફરમાન જારી કરી. જે નવસારી જિલ્લા અધિક કલેક્ટર શ્રી દ્વારા કરેલ હુકમ માં સ્પષ્ટ રીતે જોઇ શકાય છે. 
હવે દુર્ભાગ્ય વશ સદર કચેરી નવસારી શહેર નવસારી ગ્રામ્ય અને જલાલપોર તાલુકા મામલતદાર શ્રી ઓ ની પ્રથમ અપીલ સત્તા અધિકારી શ્રી ની કચેરી માં ગુજરાત રાજ્ય સરકાર એ માહિતી અધિકાર અધિનિયમ 2005 માં નિમણૂંક કરેલ છે. જેથી સદર મામલતદાર શ્રી ઓ ની જાહેર સેવાઓ અંગેનો નાગરિક અધિકાર અધિનિયમ 2013 ની કાયદેસર માહિતી આપવાનો તો દૂર  અમલવારી પણ    કરેલ નથી . જેની પ્રથમ અપીલ સત્તા અધિકારી તરીકે ફરજ બજાવતા પ્રાંત કચેરી માં તારીખ 5/3/2018 ના રોજ પ્રથમ અપીલ  ન્યાય અને માહિતી મેળવવા માટે દાખલ કરવામાં આવી.  જેના અનુસંધાનમાં નવસારી જિલ્લા માં સોંથી મોટી અને સૌથી જુની નવસારી પ્રાંત કચેરી એ તારીખ 31/03/2018 ના રોજ પ્રથમ અપીલ ની સુનવણી માટે તારીખ 20/03/2018 ના રોજ મદદનીશ કલેક્ટર અને પ્રાંત અધિકારી પાસે સહી કરાવી તારીખ 02/04/2018 ના રોજ નવસારી પોષ્ટ ઓફિસ થી રજીસ્ટર નં. RG7953711981N થી કરેલ છે. જે અહીં આપેલ પુરાવા સ્વરૂપે તસ્વીર માં સ્પષ્ટ રીતે જોઇ શકાય છે. જે અરજદાર ને તારીખ 03/04/2018 ના રોજ મળેલ છે. હવે અરજદાર કેવી રીતે સદર બાબતે 31/03/2018 ના રોજ પ્રથમ અપીલ ની સુનવણી માં હાજર રહી શકે.? આજે ગુજરાત રાજ્ય સરકાર ને બદનામ કરવા માટે બિરોધ પક્ષ કે અન્ય ની જરૂર નથી.  એમના પ્રશાસનિક અધિકારીઓ જ રાત દિવસ મહેનત કરી રહ્યા છે.  જેનો પરિણામ હાલ ના જ વિધાનસભા માં જોવાનુ મળ્યુ છે.  એવી રીતે પ્રશાસન ની મહેનત કરતા રહ્યા ત્યારે ભવિષ્યમાં પણ જોવા મળે તેમાં કોઈ શંકા નથી.
હવે ગુજરાત રાજ્ય સરકાર સમાચાર ની ગંભીરતાથી નોંઘ લઈ તત્કાલ કાયદેસર કાર્યવાહી કરશે જેની આજે જાહેર જનતા રાહ જોઈ રહી છે.

Rate this

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share
WhatsApp chat