નવસારી જિલ્લા માં ચિખલી તાલુકા માં સરકારી અનાજ ના ગોડાઉન

આજે રાજ્ય સરકાર અને ભારત સરકાર દેશના ગરીબોને મફત ના ભાવે અનાજ માટે દર માસે કરોડો રૂપિયા ખર્ચી રહી છે. નવસારી જિલ્લા માં ચિખલી તાલુકા માં સરકારી અનાજ ના ગોડાઉન માં આગ ઓલવવા માટે ફકત એક નાનુ ફાયર ફાઇટર ના સિલેન્ડર જ મુકવામાં આવેલ છે.  અહીં કરોડો રૂપિયા ના અનાજ ની સુરક્ષા રામ ભરોસે ચાલી રહી છે.  આગ ઓલવવા માટે કોઈ પણ સાધન નથી. 
નવસારી જિલ્લા માં ચિખલી ગોડાઉન ઉપર મળેલ માહિતી મુજબ કોન્ટ્રાક્ટર દ્વારા ફરી થી રિપેકિગ કરવામાં આવે છે. જેની તપાસ કરવા માટે કાયદેસર કોઈ કર્મચારી નથી.
રૂબરૂ મુલાકાત માં ગોડાઉન માં મહિલા શશક્તીકરણ માં એક મહિલા કર્મચારી જે કોમ્પ્યુટર ઓપરેટર તરીકે વર્ષો થી પૂરી ઈમાનદારી થી ફુલ ટાઇમ ફરજ બજાવે છે. એમને માસિક વેતન ફકત 4000/- રૂપિયા ચુકવવામાં આવે છે. ગોડાઉન ની બાજુમાં ગંદકી નો સામ્રાજ્ય જોવા મળે છે.  ગોડાઉન ના વરિષ્ઠ કર્મચારી એક જાગૃત નાગરિક તરીકે તપાસ કરતાં જાણાવ્યુ હતુ કે અમોનવસારી જિલ્લા ના અધિકારીઓ ને અલગ થી મોટી રકમ ચુકવે છે. જેથી કાયદેસર આજે વર્ષો થી ભ્રષ્ટાચાર કે કાયદેસર કાર્યવાહી કે તપાસ કરવા માટે જવાબદાર અધિકારીઓની તપાસ કરી શકે નહિ. અને એના અનુસંધાનમાં નવસારી જિલ્લા પુરવઠા અધિકારી શ્રી ની કચેરી માં તપાસ કરવા માટે કાયદેસર કાર્યવાહી કરવા બાબત પર્યાવરણ માનવઅધિકાર સંસ્થા દ્વારા કાયદેસર કાર્યવાહી કરવા માટે અરજી કરવા માં આવી અને આજ સુધી કોઈ પણ કાયદેસર કાર્યવાહી કરવામાં નહીં આવે ત્યારે નવસારી જિલ્લા ચિખલી ના સરકારી ગોડાઉન ના વરિષ્ઠ કર્મચારી ની કહેવામા આવી બાબતો ખરેખર કાબીલે તારીફ છે.  હવે સમય પરિવર્તન શીલ છે.સદર તપાસ માટે કાયદેસર હવે ઉચ્ચ સ્તરીય તપાસ કરવા માટે કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે. જેની આજે અત્યંત જરૂરી અને આમ નાગરિકો ની માંગ છે.

Rate this

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share
WhatsApp chat