વિજલપોર શહેરમાં ધનકચરા થી રોગચાળો થવાની શક્યતા….જવાબદાર કૌણ….?

આજે નવસારી શહેર ની પાસે જ વિજલપોર નગરપાલિકા કાયમી ધોરણે ભ્રષ્ટાચાર કે અન્ય બિવાદ દારૂ શરાબ અને અસમાજીક તત્વોના શહેર તરીકે ઓળખાય રહ્યો છે.  ભ્રષ્ટાચાર અહીં ચરમસીમા પર છે. અને વિજલપોર નગરપાલિકા માં કાયદેસર લાયકાત ધરાવતા અધિકારીઓ ની નિમણુંક સરકાર દ્વારા વર્ષો થી કરવામાં આવી નથી. આજના 21 મી સદી માં એક તરફ દરેક ગામમાં તજજ્ઞોની ભરમાર છે ત્યારે વિજલપોર નગરપાલિકા માં રહેમરાહે નિમણૂંક થયેલા અધિકારીઓની નિમણૂંક કરી સરકાર વિકાસ અને સમૃદ્ધિ ની આશા રાખે છે. 
આજે વિજલપોર નગરપાલિકા માં ઘરે ઘરે કચરો ઉઘરાવવાના છેલ્લા કેટલાક દિવસથી બંધ છે.
નવસારી જિલ્લા કલેક્ટર શ્રી દ્વારા કચરો નાખવા માટે કાયદેસર જગ્યા ફાળવવામાં આવેલ છે. છતા વિજલપોર નગરપાલિકા દ્વારા જાણી બુઝીને બિવાદિત સ્થળે જ કચરો નાખવામાં આવે છે. શાસ્ત્રજ્ઞ અને વિદ્વાન મુખ્ય અધિકારી શ્રી ને કચરા માં થી નિકળતી દુર્ગંધ થી વાયુ પ્રદૂષણ થકી આજે નાગરિકો માં થતો રોગ માટે કોઈ સારવાર આધુનિક ચિકિત્સા પદ્ધતિ   પાસે  ઉપલબ્ધ નથી એની  કશુ જ ખબર નથી.
નવસારી જિલ્લા પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની કચેરી માં આજે એજ હાલ છે. ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની કચેરી ના મુખ્ય અધિકારી શ્રી સદર બાબત એક મુલાકાત મા જણાવ્યું હતું કે અમો અહીં ટાઇમ પાસ અને આરામ કરવા માટે બદલી કરાવી આવેલ છે. નવસારી જિલ્લા માં કલેક્ટર શ્રી ને અને જિલ્લા મ્યુનિસિપલ ઓફિસર શ્રી ને સદર બાબતો માં તપાસ કરવા માટે કાયદેસર કાર્યવાહી કરવાની અરજીઓ કરવામાં આવી. પણ કોઈ કાર્યવાહી કેવી રીતે શક્ય છે. તપાસ કોણ કરશે. અરજી ફરી ફરી વિજલપોર ના ઐતિહાસિક શાષ્ત્રજ્ઞ વિદ્વાન મુખ્ય અધિકારી શ્રી જે એમાં એમની  કોઈ જવાબદારી નથી .છટકબારી કરતાં જોવા મળે છે. એમની પાસે  જ આવે છે. 

હવે નવસારી જિલ્લા કલેક્ટર શ્રી સદર બાબતો માં ગંભીરતાથી નોંઘ લઈ  તત્કાલ કાયદેસર કાર્યવાહી કરશે.એની રાહ આમ નાગરિકો જોઈ રહ્યા છે.

Rate this

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share
WhatsApp chat