નવસારી જિલ્લા માં જિલ્લા પોલીસ વડા ની કચેરી માં RTI2005 અને RCPS ACT 2013 ની અછત…! જવાબદાર કોણ…?

નવસારી જિલ્લા પોલીસ અધીક્ષકની કચેરી માં RTI2005 અને RCPS Act2013 ની અછત….!  જવાબદાર કોણ………?
આજે ગુજરાત વિકાસ સમૃદ્ધિ માટે સોથી આગળ છે.અને ગુજરાત ના વિકાસ કાયદા કાનૂન નો ગીત ભારત જ નહિ વિશ્વ ના દરેક દેશો માં સરકાર ના સામાન્ય થી સર્વોચ્ચ સુધી દ્વારા  દાખલો અપાઈ રહ્યો છે. ગુજરાત ના દરેક વિભાગની સફળતા શીખવા માટે ભારત ના અન્ય પ્રદેશો ના નેતાઓ શીખવા માટે આવી રહ્યા છે. કોઈ પણ પ્રદેશ ના વિકાસ માટે સુરક્ષા અને કાયદા કાનૂન વ્યવસ્થા મુખ્ય જવાબદાર તરીકે ગણવામાં આવે છે.  ગુજરાત ની દારૂ બંધી ની અમલવારી બીજા પ્રદેશો માં કરવામાં આવી રહ્યો છે. ગુજરાત ની ઐતિહાસિક સંસ્કારી નગરી તરીકે પ્રખ્યાત નવસારી જિલ્લા ના પોલીસ અધીક્ષક ની કચેરી માં એક કાયદા કાનૂન વ્યવસ્થા ની હકીકત જોવા મળી છે. આજે 13 માં પ્રવેશ થયેલ માહિતી અધિકાર અધિનિયમ 2005 ની અમલવારી અહીં જુદી તરીકે જોવા મળે છે. ભારત સરકાર અને ગુજરાત ની દરેક કચેરીઓ માં પ્રથમ અપીલ જે તે માહિતી અધિકારી ના ઉપરી કચેરી અને બીજી અપીલ ગુજરાત માહિતી આયોગ કમિશનર ગાંધીનગર પરંતુ નવસારી જિલ્લા માં પોલીસ વડા ની કચેરી માં એક અલગ થી એટલે ત્રણ અપીલ ચાલે છે.  ભારત ના લોક લાડીલા વિકાસ અને લોહ પુરૂષ પ્રધાન મંત્રી શ્રી નરેન્દ્ર ભાઈ મોદી પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે આરટીઆઈ કા મતલબ સવાલ પૂછને કા અધિકાર… નવસારી જિલ્લા પોલીસ વડા ની કચેરી માં આરટીઆઈ કરનાર  બહાર બેસાડી
હુકમ કરવાની પ્રક્રિયા જોવા મળી છે. 
નવસારી જિલ્લા માં જાહેર માહિતી અધિકારી જેની સામે અપીલ કરવામાં આવી હોય  પોતે જાહેર માહિતી અધિકારી તરીકે સહિ કરી નોટિસ કાઢીને અપીલ સત્તા અધિકારી તરીકે પ્રથમ અપીલ ની સુનવણી કરતા જોવા મળે છે. જે અહીં આપેલ નોટિસ ની ઝેરોક્સ નકલ માં જોઈ શકાય છે. 
         એનાં થી વિશેષ નવસારી જિલ્લા માં RCPS ACT 2013 ના આજે 5 વર્ષ પછી પણ નામો નિશાન નથી.અજુ સુધી એક બોર્ડ લગાવી શક્યા નથી. અને જિલ્લા ના તમામ મુખ્ય કચેરીઓ ના મુખ્ય અધિકારી શ્રીઓ માહિતી પણ મોકલી આપી.
ગુજરાત સરકાર દ્વારા સુરક્ષા વ્યવસ્થા માટે દરેક જિલ્લાઓ માટે એક  એક મંત્રી શ્રીના નામો પણ જાહેર કરેલ છે. હવે મંત્રી શ્રી  નવસારી જિલ્લા માં સદર કાયદા જે ખરેખર જન હિત માટે અતિ અગત્યનું છે. એની અમલવારી માટે કાયદેસર કાર્યવાહી કરાવશે ખરા.. Right OF  CITIZENS PUBLIC SERVICE ACT 2013 ના કાયદા મુજબ આપેલ સમય પછી  જવાબ ન આપેલ અધિકારી ને એક થી દસ હજાર રૂપિયા દંડ ની જોગવાઈ છે. જેના અનુસંધાનમાં કાયદા નો પાલન જ નહીં થયો હોય ત્યારે અને ખબર જ નહિ હોય ત્યારે શું…?
ગુજરાત ના તત્કાલીન મુખ્ય મંત્રી અને ભારત ના પ્રધાનમંત્રી શ્રીનરેન્દ્ર ભાઈ મોદી ના  સમયે  ઘડવામાં આવેલ RCPS માટે ગુજરાત ના મુખ્ય મંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી જે પોતે એક કાયદા કાનૂન નો તજજ્ઞ છે. હવે કેવી રીતે અમલવારી કરાવશે..? એ આજે વિદ્વાનો જાણકારો અને આમ નાગરિકો માં ચર્ચાઈ રહ્યું છે.

Rate this

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share
WhatsApp chat