ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની નવસારી જિલ્લા કચેરી ઈમાનદાર ……!

ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની નવસારી જિલ્લા કચેરી ના મુખ્ય અધિકારી શ્રી સોલંકી જાંબાઝ અને ઈમાનદાર અધિકારી ની કાબીલે તારીફ કામગીરી…
           આજે ભારત પ્રદૂષણ નિયંત્રણ માં પોતાને અસહાય અનુભવી રહ્યો છે.આજે ભારત ના વૈજ્ઞાનિકો રાત દિવસ મહેનત મસક્કત કરી રહ્યા છે.  દરેક રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર માનવજીવન ના હિત માટે નવો નવો કાયદાઓ ઘડી રહી છે.  સરકાર કાયદા નો પાલન કરવા માટે દર મહિને કરોડો રૂપિયા સાથે દરેક પ્રકારની સુવિધાઓ અધિકારીઓ ને આપી રહી છે.  જેના બદલે મોટા ભાગના અધિકારીઓ આજે સદર વેતન અને સુવિધાઓ જે ગરીબ મઝલૂમ મજૂર ખેડૂત દલિત શોષિત સામાન્ય નાગરિક ની મહેનત મસકકત અને ખૂન પસીના ની કમાણી દ્વારા એમને સરકાર આપી રહી છે..શા માટે આપી રહી છે એ કામ કરવો જોઈએ. એના બદલે આજે એ અધિકારી પોતાના હક અને એમને વારશા માં મળતો હોય એવું સમજી બેઠા છે.
              આજે એવા અધિકારીઓ ને જણાવવાનું કે ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા એવા અધિકારીઓ પાસે સ્વેચ્છિક રાજીનામું લેવાનું શરૂઆત કરી છે. ટુંક સમયમાં ગુજરાત સરકાર શરૂઆત કરશે એમા કોઈ શંકાનો સ્થાન નથી અને વિકલ્પ પણ નથી..
             નવસારી જિલ્લા માં જિલ્લા હેઠળ ની તમામ કચેરીઓ માં કાયદેસર કાયદા નો પાલન થતો છે કે કેમ ?
જનતા ના હિત થી સંકળાયેલ કાયદા ની માહિતી માહિતી અધિકાર અધિનિયમ 2005 હેઠળ તા 26/12/2017 ના રોજ નવસારી જિલ્લા કલેક્ટર શ્રી ને સંબોધીને માંગેલ માહિતી મોટા ભાગના દરેક કચેરીઓ ને તબદીલ કરવામાં આવી.  અને મોટા ભાગની કચેરીકચેરીના અધિકારીઓ કાયદેસર કાયદા મુજબ તો નહીં પોતાની શૈક્ષણિક લાયકાત અને અનુભવ મુજબ માહિતીઓ આપી છે.
જાણવા જેવું એ છે કે એક જ માહિતી ની ઝેરોક્સ ની નકલ મા નવસારી જિલ્લા ના દરેક અધિકારી ને ખબર પડી ગઈ. પરંતુ નવસારી જિલ્લા ના ગુજરાત પ્રાદેશિક નિયંત્રણ બોર્ડની નવસારી જિલ્લા ના મુખ્ય અધિકારી શ્રી એચ સી સોલંકી ને ખબર જ નથી પડતી. જે અહીં એમના દ્વારા આપેલ લેખિત પુરાવા ની એક નકલ મા જોઈ શકાય છે.
પર્યાવરણ અને માનવઅધિકાર સંસ્થા એનજીઓ ના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ અને લોકરક્ષક સમાચાર ના તંત્રી શ્રી ના રૂબરૂ મુલાકાત માં સદર અધિકારી શ્રી જણાવ્યું હતું કે અમો ફકત અહીં ટાઇમ પાસ કરવા આવેલા છે. નવસારી જિલ્લા માં સદર કચેરીના મુખ્ય અધિકારીશ્રીઑ ની અહીં ઐતિહાસિક પરંપરા છે. અગાઉ પણ એક માહિતી અધિકાર અધિનિયમ 2005 ના જવાબો ગાંધીનગર ખાતે થી આપવામાં આવ્યું હતું. અહીં જ્યારે નવસારી જિલ્લા ખાતે કોઈ કામ થતું નથી. ત્યારે શોભા ના ગાંઠીયા સમાન કચેરીના શું કામ છે. 

           નવસારી જિલ્લા માં હાલ કાયદેસર કાયદા મુજબ નિમણૂક અધિકારી શ્રી સોલંકી જાંબાઝ અને ઈમાનદાર છે જે  ખબર ન પડે ત્યારે ચોક્કસ ન પાડી છે. જેની હિંમત ખરેખર કાબીલે તારીફ છે.  સદર કચેરીમાં માંગેલ માહિતી મુજબ અજુ સુધી એક બોર્ડ લગાવી શક્યા નથી. નાગરિકોને ગુમરાહ કરતી કચેરી હવે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની નવસારી જિલ્લા કચેરી ના સદર અધિકારી શ્રી ગુજરાત ના વિકાસ અને સમૃદ્ધિ માટે ચાલી શકે કે કેમ..? એ આજે એક અતિ સંવેદનશીલ અને મહત્વ પૂર્ણ સવાલ છે.  છતાં હવે ગુજરાત સરકાર પાસે સદર અધિકારી શ્રી  માટે કાયદેસર  મંતવ્યો જાણવા નિવેદન કરવામાં આવેલ છે.  જેના ઉપર આજે જાણકાર અને વિદ્વાનો ની નજર છે.

Rate this

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share
WhatsApp chat